કેપ્સિકમનું રાયતુ

સામગ્રી

2 ચમચી તેલ

200 ગ્રામ દહીં

3-4 મીઠાં લીમડાના પાન

1 ડુંગળી (ઝીણી સમારેલી)

1 કેપ્સિકમ (ઝીણું સમારેલું)

¼ ચમચી લાલ મરચું

¼ ચમચી જીરા પાવડર

મીઠું સ્વાદ અનુસાર

1થી 2 ચમચી લીલાધાણા ઝીંણા સમારેલા

બનાવવાની રીતઃ એક પેનમાં 2 ચમચી તેલ લઇ ધીમી આંચ પર ગરમ કરો. ત્યાર બાદ તેમાં રાઇના દાણા એડ કરો. રાઇના દાણા તતડવા લાગે એટલે તેમાં સમારેલી ઝીંણી ડુંગળી, મીઠાં લીમડાના પત્તા અને લીલું મરચું તેમાં એડ કરો. ઘીમી આંચ પર બે મિનિટ માટે તેને સાંતડો. ત્યાર બાદ તેમાં સમારેલા કેપ્સિકમ એડ કરો. છથી સાત મિનિટ કેપ્સિકમને ધીમી આંચ પર ચડવા દો. હવે તેમાં લાલ મરચુ, ઘણાજીરૂ અને મીંઠુ એડ કરો. થોડી વાર ગેસ પર રાખી મિશ્રણને ગેસ પરથી ઉતારી લો. હવે એક સર્વિંગ બાઉલ લો તેમાં દહીં અને કેપ્સિકમનું મિક્ષણ એડ કરી, તેને લીલાઘાણાથી સજાવો. થોડી વાર માટે કેપ્સિકમ રાયતાને ફ્રિઝમાં રાખો, ઠંડુ થયા પછી તેને સર્વ કરો.

You might also like