વાર્ષિક ભવિષ્યફળ : મકર (ખ.જ.)

વિક્રમ સંવત ર૦૭૩ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ શનિ વૃશ્ચિક રાશિથી પોતાની મંદ ગતિથી મુસાફરી આગળ વધારે છે જે આગળ વધતા વર્ષના અંતે વક્રી થઈ ફરીથી

વૃશ્ચિક રાશિ લાભભાવે જોવા મળે છે. જ્યારે પરાક્રમેશ ગુરુ મહારાજ વર્ષના આરંભે કન્યા રાશિ અને ભાગ્યભાવેથી પોતાની ધીમી ગતિથી આગળ વધતા વર્ષાંતે તુલા રાશિમાં દશમભાવે જોવા મળે છે. જ્યારે ભાગ્યેશ બુધ સપ્તમેશ ચંદ્ર અને અષ્ટમેશ સૂર્ય વર્ષના આરંભે તુલા રાશિ અને દશમભાવેથી પોતાની ગતિનુસાર ભ્રમણ શરૂ કરે છે અને આગળ વધતા સૂર્ય અને બુધ સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરે છે જ્યારે ચંદ્ર ઝડપી ગતિથી રાશિચક્રનાં અનેક ચક્કરો કાપી વર્ષના અંતે ત્રણેય ગ્રહો તુલા રાશિમાં જ દશમભાવે જ જોવા મળે છે.

આર્થિક દૃષ્ટિએ આ સમય થોડો કઠિન સાબિત થતો જોવા મળે છે. ધનેશ વર્ષનો મોટો ભાગ બારમે તથા ધનસ્થાનમાં કેતુ રહેવાથી આવકનો પ્રવાહ ખૂબ જ ધીમો રહેવાનો યોગ છે.

ધંધો કે વ્યાપાર કરતા જાતકોેને કામ મળતંુ રહેશે જ્યારે ઉત્પાદક વર્ગને કોઈ લાભ મળતો નથી જણાતો. નાણાકીય સ્થિતિ વધુ ખરાબ બનતી દેખાય છે. નવેમ્બર મહિનામાં વિદેશથી થોડું ઘણું કામ મળી શકે છે તેથી રાહત રહેશે, ૧૧ ડિસેમ્બરથી વધારાની આવક મળી હશે તે પણ વપરાઈ જશે. મિલકતોમાં નાણાં છૂટાં થવાનો યોગ સપ્ટેમ્બર સુધી નથી.

નોકરી ચાલુ રહેવાનો યોગ છે અને બીજી બદલવી હશે તો તે પણ યોગ છે. પરંતુ આ વર્ષ દરમ્યાન નોકરીમાં બદલી, બઢતીના યોગ નથી. બદલી થાય તો પણ ન ગમતી જગ્યાએ જવું પડે.

આરોગ્યની દૃષ્ટિએ સમય કઠિન છે. અષ્ટમભાવે રાહુ તથા ર૬ જાન્યુઆરી બાદ બારમો શનિ કંઈ ને કંઈ તકલીફ આપતો દેખાય છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં આંખોમાં પણ તકલીફ વધતી દેખાય છે. શસ્ત્રક્રિયાનો યોગ છે. હૃદય ઉપર ભાર પડવાનો યોગ છે.

લગ્નયોગની દૃષ્ટિએ આ વર્ષ થોડા ઘણા અંશે લાભદાયક જણાય છે. મનની ઈચ્છાપૂર્તિનો સમય છે. જે જાતકોને યોગ્ય જીવનસાથીની તલાશ હશે તો તેમણે હજુ વધુ સમય રાહ જોવી પડશે, ભાઈ, બહેન તથા સંતાનોના વિવાહ, લગ્નના પ્રસંગો સારી રીતે ઉકેલી શકશો.

You might also like