મેથીના બીજથી કંટ્રોલ કરો ડાયાબિટીસ

ધીરે ધીરે ડાયાબિટીસ એક સામાન્ય બિમારી બનવા લાગી છે. દુનિયાભરમાં ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. એવામાં તેની સારવાર માટે નવી નવી કંપનીઓ તેનો ઉપયોગ કરીને અલગ અલગ દવાઓ બનાવી રહી છે. તેમાંથી કેટલીક દવાઓ અસર કરે છે તો કેટલીકની સાઇડ ઇફેક્ટસ થાય છે. એટલે સારું રહેશે કે આ બિમારીથી નિપટવા માટે પ્રાકૃતિક ઇલાજનો સહારો લો.

આવી જ એક સારવાર છે મેથીના બીજય જો તમે ડાયાબિટીસને નેચરલ રીતે ઠીક કંટ્રોલ કરવા ઇચ્છો છો તો મેથીના બીજ કરતા કંઇ સારું હોઇ શકે નહીં. મેથીના બીજમાં કેટલાક એવા ઘટકો રહેલા છે જે તમારા શરીરમાં રહેલા લોહી શર્કરાને ઓછું કરે છે. એમાં 4 હાઇડ્રોઓક્સીસોલ્યુસીન નામનો એમીનો એસીડ હોય છે.

આ એમીનો એસિડ તમારા અગ્નયાશયથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઉત્તેજિત કરે છે જેના કારણે તમારા લોહીમાં રહેલ શર્કરા ઇંધણના રૂપમાં બદલાઇ જાય છે.

મેથીના બીજમાં જેનટિયાનાઇન, ટ્રીગોનેલીન અને કારપાઇન નામનું દ્રવ્ય પણ મળી આવે છે જે તમારા બોજનમાંથી કર્બોહાઇડ્રેડરેટનું અવશોષણ ધીમું કરે છે. તમારા લોહીમાંથી ગ્લૂકોઝનું પ્રમાણ ઘટાડે છે.

You might also like