જ્યાં સુધી હેટ ઇન ઇન્ડિયા ચાલશે ત્યાં સુધી મેક ઇન ઇન્ડિયા સફલ નહી : થરૂર

નવી દિલ્હી : દેશમાં કથિત રીતે વધી રહેલી અસહિષ્ણુતાનાં મુદ્દે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. થરૂરે લોકસભામાં બોલતા કહ્યું કે ખુબ જ શરમ અનુભવાય છે જ્યારે વિદેશી સમાચારપત્રોમાં ભારતમાં વધી રહેલી અસહિષ્ણુતા મુદ્દે સમાચારો છપાય છે. થરૂરે કહ્યું કે દેશમાં હાલનાં વાતાવરણને જોતા મુસ્લિમો કરતા ગાય વધારે સુરક્ષીત છે.
થરૂરે મોદી સરકારનાં ફ્લેગશિપ મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ અસહિષ્ણુતા સાથે જોડ્યું હતું. થરૂરે જણાવ્યું કે જ્યાં સુધી દેશમાં હેટ ઇન ઇન્ડિયા ચાલ્યા કરશે ત્યાં સુધી વિદેશમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન પ્રમોટ નહી થઇ શકે. અસહિષ્ણુતા મુદ્દે સદનમાં ચર્ચા દરમિયાન ભાજપનાં સાંસદ કિરણ ખેરે કહ્યું કે એનડીએ સરકારમાં તમે કાંઇ પણ સરકાર કરવા નથી માંગતા જ્યારે કોંગ્રેસની સરકારમાં 65 વર્ષ સુધી તમે ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા સહન કરી. કિરખ ખેરે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખુબ જ અસહિષ્ણુતા સહન કરી ચુક્યું છે.

You might also like