કેનમાં પેક કરેલું ફૂડ હાનિકારક છે

હવે ઈન્સ્ટન્ટ ચીજો માર્કેટમાંથી મળી જાય છે. રેડી ટુ મેક અને રેડી ટુ ઈટ જેવી ફૂડ-પ્રોડક્ટ્સ મોટા ભાગે પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર હોય છે. પેકેજિંગ માટે કેનનો ઉપયોગ કરવામાં અાવ્યો હોય એવી ચીજોનું વધુપડતું સેવન શરીરની અંતઃસ્ત્રાવી વ્યવસ્થા ખોરવી દેવા સક્ષમ હોય છે. અમેરિકાની જેન્સ હોપ્કિન્સ યુનિવર્સિટી અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ પહેલીવાર કેનમાં પેક કરેલા ફૂડ અને લોહીમાં અમુક ચોક્કસ કેમિકલ્સની હાજરીનો સંબંધ તપાસતો પ્રયોગ કર્યો છે. જે લોકો વધુ પેકેજ્ડ ફૂડ વાપરે છે તેમના લોહીમાં બિસ્ફેનોલ A નામનું કેમિકલ વધુ માત્રામાં હોય છે. કેનમાં પેક કરેલા સુપ, જ્યૂસ, પાસ્તા, ફ્રૂટ્સ અને અાથેલા વેજિટેબલ્સ સૌથી વધુ હાનિકારક છે.

You might also like