ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની ચિંતા વધી, મતદાનની તારીખોને લઇને ઉમેદવારોમાં ચિંતાની લહેર

અમદાવાદ: વિધાનસભા ચૂંટણી-ર૦૧૭માં બંને તબક્કાના મતદાનના દિવસોની આસપાસ અમદાવાદ સહિત રાજ્યભરમાં લગ્નગાળાની સિઝન હોઇને રાજકીય મુર‌િતયાઓની ચિંતા વધી છે. અમદાવાદ અને આસપાસમાં જ અંદાજે રપ,૦૦૦ લગ્ન ડિસેમ્બરમાં યોજાયાં છે. ચૂંટણીમાં મતદાનની તારીખો અને લગ્નની તારીખો સાથે સાથે આવતી હોઇ મતદારો ઓછું મતદાન કરે તેવી શકયતા હોવાના કારણે રાજકીય પક્ષોની ચિંતા વધી છે.

ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણીની તારીખો લગ્નગાળામાં આવતી હોઇને ચૂંટણી મોડી કરવા માટે અને ૧૪ ડિસેમ્બર પછીની કોઇ પણ તારીખ રાખવા માટે દબાણ કર્યું હતું, જે ચૂંટણી પંચ ગ્રાહ્ય રાખ્યું નહોતું.

જ્યોતિષ નરેશ રાવલના જણાવ્યા અનુસાર નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નનાં માત્ર ૪-૪ મુહૂર્ત છે. ડિસેમ્બરમાં ૧૪ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી કમુરતાં શરૂ થશે તેના કારણે ત્યાર પછી કોઇ મુહૂર્ત ન હોઇને ચૂંટણીની તારીખમાં જ લગ્ન યોજાયા છે.

ડે‌િસ્ટનેશન મેરેજનું ચલણ હવે વધ્યું છે, જેમાં પરિવારો અને મિત્રવર્તુળો સાથે રાજ્યની બહાર જઇને ચાર-પાંચ દિવસ સમય ફાળવે છે. વેડિંગ માટે જયપુર, ઉદયપુર અને ગોવામાં બુ‌િકંગ થયાં છે. શિયાળાની સિઝનમાં સૌથી વધુ લગ્ન યોજાય છે.

You might also like