વાર્ષિક ભવિષ્યફળ : કર્ક (ડ.હ.)

વિક્રમ સંવત ર૦૭૩ના નૂતન વર્ષના સુપ્રભાતે આપનો રાશિ અધિપતિ ચંદ્ર ચોથા ભાવે તુલા રાશિથી પોતાની તીવ્ર ગતિથી આગળ વધતા રાશિચક્રનાં અનેક ચક્કરો કાપીને વર્ષના અંતે ફરીથી તુલા રાશિમાં ચોથા ભાવે જ જોવા મળે છે. જ્યારે ધનેશ સૂર્ય અને પરાક્રમેશ બુધ પણ વર્ષના આરંભે તુલા રાશિ અને ચોથા ભાવેથી પોતાનું ભ્રમણ શરૂ કરી આગળ વધતા રાશિચક્ર પૂર્ણ કરી વર્ષાંતે ફરીથી તુલા રાશિમાં ચોથા ભાવે જોવા મળે છે. જ્યારે ભાગ્યેશ ગુરુ વર્ષના આરંભે ત્રીજા ભાવે કન્યા રાશિથી પોતાની ધીમી ગતિથી આગળ વધતા વર્ષના અંતે તુલા રાશિમાં ચોથા ભાવે જોવા મળે છે. જ્યારે પંચમેશ અને કર્મેશ મંગળ વર્ષના આરંભે ધન રાશિ અને છઠ્ઠા ભાવેથી ભ્રમણ શરૂ કરી પોતાની આગવી ગતિથી આગળ વધતા વર્ષાંતે કન્યા રાશિમાં ત્રીજા ભાવે જોવા મળે.

જ્યારે વર્ષના આરંભે સિંહ રાશિમાં રહેલો રાહુ તથા કુંભ રાશિમાં સાતમા ભાવે રહેલો કેતુ પોતાની વક્ર ગતિથી મુસાફરી શરૂ કરી આગળ વધતા વર્ષાંતે એક ભાવ બદલીને રાહુ કર્ક રાશિમાં અને કેતુ મકર રાશિમાં જોવા મળે છે.

આર્થિક દૃષ્ટિએ કર્ક રાશિના જાતકો માટે આ સમય મધ્યમ સાબિત થતો જોવા મળે છે. આવક તો મળતી રહેશે પરંતુ નાણાકીય ભીડ રહેવાનો વધુ યોગ છે. વધુ પડતા લોભમાં રહેશો તો હેરાન થવાના યોગ બને છે. આયાત-નિકાસનો વ્યવસાય કરતાં જાતકો માટે સપ્ટેમ્બર મહિના સુધીનો સમય લાભદાયી રહેશે.

નોકરિયાત વર્ગ માટે સમય આશાસ્પદ છે. જે જાતકો પોતાની પહેલી નોકરીની શોધમાં છે તો તેમને પણ પોતાની યોગ્યતા અનુસાર નોકરી મળી જશે. શેર-સટ્ટાકીય નુકસાનથી પણ નાણાંનો વ્યય થશે.

ગ્રહોનું ભ્રમણ આરોગ્યની દૃષ્ટિએ કોઈ નુકસાન પહોંચાડનારું નથી દેખાતું નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થોડી માનસિક પરેશાની ઊભી મે-જૂન મહિનામાં બહારની મુસાફરીમાં પણ ધ્યાન રાખવું.

વિવાહની દૃષ્ટિએ આ વર્ષ સુખદ સમાચાર આપનારું જણાય છે. ભાઈબહેનના વિવાહ પ્રસંગ સારી રીતે પૂરા કરી શકશો.

You might also like