કેન્સરનું જોખમ કેટલું છે એ પગના નખમાંનું નિકોટિન તપાસીને કહી શકાય

તમે સિગારેટ ફૂંકતા હો કે ન હો, તમારા શરીરમાં સૂક્ષ્મ માત્રામાં નિકોટિનની હાજરી હોય જ છે. અમેરિકાના અભ્યાસકર્તાઓએ પગના અંગુઠાના નખમાં નિકોટિનની માત્રા કેટલી છે એ જાણીને ફેફસાંના કેન્સરની શક્યતાઓનો અંદાજ માંડી શકવાનો દાવો કર્યો છે. કેલિફોર્નિયાની યુનિવર્સિટી ઓફ સેન ડીએગોના અભ્યાસકર્તાઓના કહેવા મુજબ પગના અંગુઠાનો નખ અન્ય આંગળીઓના નખ કરતાં ઘણો ધીમો ઊગે છે.

અંગૂઠાનો નખ વર્ષે એક સેન્ટિમીટર જેટલો જ લાંબો થાય છે. વાતાવરણમાંનું નિકોટીન શરીરમાં સંઘરાઈ રહે છે અને એમાંનો કેટલોક ભાગમાં નખમાં હોય છે. જે લોકોના પગના અંગૂઠાના નખમાં નિકોટિનની માત્રા ખૂબ જ હાઈ હોય તેમને ફેફસાંનું કેન્સર થવાની સંભાવના પણ વધુ હોય છે.

You might also like