કેન્સરની સારવાર દરમ્યાન સ્ટ્રેસની સારવાર કરવી બહુ જરૂરી છે

આમ તો પોતાને કેન્સર થયું છે એ સાંભળીને જ શરીરમાં જે તનાવ પેદા થાય છે એ હાનિકારક હોય છે. જોકે કેન્સરની આકરી સારવાર ચાલી રહી હોય ત્યારે આ તનાવ વધે છે. જો સ્ટ્રેસ ઘટાડવા માટે યોગ્ય મેનેજમેન્ટ ન કરવામાં આવે તો એનાથી દરદીની હાલત ખરાબ થઇ શકે છે. બ્રિટનની બ્રિઘટન યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે શરીરમાં અમુક હદથી વધુ માત્રામાં સ્ટ્રેસ હોર્મોનની હાજરી હોય ત્યારે કીમોથેરપીમાં આપવામાં આવતી તીવ્ર દવાઓની કેન્સરના કોષો પરની અસર ઘટી જાય છે. ટ્યૂમરને ઓગાળવા માટેની કીમોથેરપીનાં ડ્રગ્સની અસર સ્ટ્રેસ હોર્મોન્સને કારણે બ્લોક થઇ જાય છે. આવું થાય તો કીમોથેરપીની આડઅસર વધુ થાય પણ અસર ઓછી થાય. સ્ટ્રેસ ઘટાડવા માટે યોગાસન, લાફટર થેરપી, મસાજ, મેડિટેશન અને પ્રાણાયામ જેવી પદ્ધતિઓ અજમાવવાથી કેન્સરની સારવાર અસરકારક બને છે.

You might also like