માત્ર 1 રૂ.માં કેન્સરનો જડમૂળથી નાશ, આ હોસ્પિટલ દર્દીઓ માટે આશિર્વાદરૂપ

વલસાડઃ આજનો આ આધુનિક યુગ બદલાતા ખાન-પાન, પ્રદુષણ અને વ્યસનને કારણે કેન્સર જેવા મહારોગ થાય છે. ત્યારે કેન્સર એટલે કેન્સલ એવું લોકો દ્વારા માનવામાં આવે છે. જો કે, ભારતીય આયુર્વેદમાં આ કર્ક રોગ એટલે કેન્સરને જડમૂળથી દૂર કરવા અનેક પદ્ધતિ છે. ત્યારે વલસાડનાં વાગલધરા ગામ ખાતે આવેલી એક હોસ્પિટલમાં માત્ર 1 રૂપિયામાં કેન્સરને નાથવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

પ્રભાવ હેમ કામધેનુ ગીરીવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ છે કેન્સર હોસ્પિટલ. આ હોસ્પિટલ દેશનાં અનેક દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ છે. વલસાડથી આશરે 15 કિલોમીટર દૂર નેશનલ હાઇ-વે પર આવેલી આ હોસ્પિટલમાં 150 બેડની વ્યવસ્થા છે. આ હોસ્પિટલમાં અનેક રોગની સારવાર આપવામાં આવે છે.

હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખાસ વિભાગ બનાવેલો છે. હોસ્પિટલમાં દેશના અનેક રાજ્યોમાંથી દર્દીઓ કેન્સરનાં રોગની સારવાર કરવા આવે છે. આ હોસ્પિટલમાં વર્ષમાં 5000થી વધારે કેન્સરના દર્દીઓ આવે છે. અહીં આવીને અનેક દર્દીઓની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે.

મહત્વનું છે કે કેન્સરની સારવાર કરાવવા માટે આ હોસ્પિટલમાં લોકો દૂર-દૂરથી અનેક સ્થળોએથી અનેક આશાઓ લઇને આવે છે. જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, રાજસ્થાન, સિક્કિમ, આંધ્રપ્રદેશમાંથી અહીં અનેક દર્દીઓ આવે છે. હોસ્પિટલમાં અંદાજે 100 દર્દીઓ દાખલ રહે છે અને આ સારવાર માત્ર 1 રૂપિયાનાં ટોકન પર કરવામાં આવે છે. દર્દીઓની આ દવાનો ખર્ચ પણ સામાન્ય રાખવામાં આવ્યો છે.

સામાન્ય રીતે કેન્સરનાં દર્દીઓને સારવાર માટે શહેરની હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરવો પડે છે. ત્યારે આ હોસ્પિટલમાં નજીવા ખર્ચે દર્દીઓને આ જીવલેણ બિમારીમાંથી મુક્તિ મળે છે. આ કેન્સરની બિમારીમાં એક અઠવાડિયામાં અનેક લોકોને ફરક પડ્યો છે. આ હોસ્પિટલની એક ખાસીયત એ છે કે, પંચગવ્યથી દર્દીનો ઈલાજ કરવામાં આવે છે.

મહત્વનું છે કે વાઘલધરાની આ કેન્સર હોસ્પિટલ હાલમાં દેશ વિદેશમાં ચારે બાજુ પ્રખ્યાત થઇ રહી છે. દર્દીઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. કુદરતી વાતાવરણ અને આયુર્વેદની મદદથી કેન્સરની આ બિમારીનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આજની કોર્પોરેટ હોસ્પિટલ દર્દીઓનાં દર્દ મટાડવા માટે લાખો કરોડોનો ખર્ચ કરે આવે છે. ત્યારે આ સારવાર માત્ર 1 રૂપિયામાં કરવામાં આવી રહી છે.

જાણો પંચગવ્ય એટલે શું..?
ગાયનાં મૂત્ર-દૂધ જેવાં પદાર્થોથી બનતી ખાસ દવા.
દર્દીની સ્થિતિ પ્રમાણે પંચગવ્યનું મિશ્રણ કરીને બનાવાય છે.
પંચગવ્ય સમયાંતરે દર્દીને આપવામાં આવે છે.
પ્રથમ 11 દિવસમાં દર્દીનેની સ્થિતિનો તબીબો અંદાજો કાઢે છે.
જો ગંભીર પ્રકારનું કેન્સર હોય તો તેનો ઈલાજ નિષ્ણાંતો કરે છે.
કેન્સર હોસ્પિટલમાં વિશાલ પાંજરાપોળ પણ છે.
જ્યાં ગાય રાખવામાં આવે છે, દેશી ગાયનું સંવર્ધન કરાય છે.
કેન્સરનાં ઈલાજ માટે ગાય આશીર્વાદ પૂરવાર થઇ રહી છે.

You might also like