કેન્સર હોસ્પિટલના ડોક્ટર તેમનાં પત્ની, પુત્ર સામે પુત્રવધૂની ઘરેલુ હિંસાની ફરિયાદ

અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ કેન્સર હોસ્પિટલના સિનિયર ડોક્ટરના એન્જિનિયર પુત્રની પત્નીએ સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરીને છૂટાછેડા માટે અરજી કરી છે.

કેન્સર હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર હેમલભાઇનો પુત્ર વિવેક ઓએનજીસીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. અઢી વર્ષ પહેલાં એમ.એ.બીએડ ભણેલી મિતાલી સાથે વિવેકની સગાઇ થઇ હતી. વિવેકની નોકરી કોલકાતા ખાતે હતી. મિતાલી સાથે સગાઇ બાદ તેની ટ્રાન્સફર દિલ્હી થઇ હતી. બે વર્ષ પહેલાં વિવેક અને મિતાલીના લગ્ન થયાં હતાં. લગ્ન બાદ બંને જણા દિલ્હી રહેવા માટે જતા રહ્યાં હતાં. બે વર્ષના લગ્ન જીવન બાદ મિતાલીના વકીલ મીનાબહેન જગતાપે મીરજાપુર કોર્ટમાં સસરા હેમલભાઇ, સાસુ મંજુલાબહેન, પતિ વિવેક વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. ત્યારે ફેમિલી કોર્ટમાં વિવેક સાથે છૂટાછેડાની માગ કરતી ફરિયાદ કરી છે.

ફરિયાદમાં મિતાલીએ આક્ષેપ કર્યા છે કે લગ્ન જીવન બાદ વિવેક સાથે માત્ર ત્રણ વખત શારીરિક સંબંધ રહ્યા છે આ સિવાય વિવેક ડિપ્રેશનમાં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મિતાલી દિલ્હીમાં હતી તેમ છતાંય સાસુ મંજુલાબહેન અને સસરા હેમલભાઇ તેની પર હુકમ ચલાવતા હતા. વિવેક ફોન કરીને સાસુ સસરાને તમામ વાત કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. દિલ્હીની પ્રખ્યાત વિદ્યાભારતી સ્કૂલમાં મિતાલીની નોકરી લાગી હતી. જોકે સાસુ સસરાએ ધમકી આપીને નોકરી છોડાવી દીધી હતી. આ સિવાય ફરિયાદમાં આરોપ કર્યા છે કે સાસુ મંજુલાબહેન જ્યારે દિલ્હી રહેવા માટે આવ્યાં હતાં ત્યારે પણ હેરાનગતિ કરી હતી.
(પાત્રોનાં નામ બદલ્યાં છે.)
http://sambhaavnews.com/

You might also like