દસ સેકન્ડમાં કેન્સર ડિટેક્ટ કરી શકે એવું પેન જેવું ડિવાઈસ શોધાયું

કેન્સરનું નિદાન જેટલું વહેલું થાય એટલા એની સારવાર સફળ થવાના ચાન્સિસ વધે છે. અમેરિકાના ઓસ્ટિનમાં અાવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સસના રિસર્ચરોએ એક નવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે દસ સેકન્ડની અંદર શરીરમાં કેન્સરસ ગાંઠ હોય તો પકડી પાડે છે. માસસ્પેક પેન તરીકે ઓળખાતું અા ડિવાઈસ કેન્સરના નિદાન વખતે દરદીને ઓછામાં ઓછી હાનિ અને તકલીફ પહોંચાડે છે. અત્યાર સુધીમાં લેબોરેટરીની ટ્રાયલમાં કેન્સરજન્ય ટ્યુમરને શોધી કાઢવામાં અા પેન ૯૬ ટકા ચોક્સાઈવાળી નીકળી છે. નિષ્ણાતોનું માનવું છે કે નિદાન માટે અા પેન વાપરતાં પહેલાં કેન્સરની સર્જરી દરમિયાન નિષ્ણાતને અસિસ્ટ કરવામાં અા પેન વાપરવામાં અાવે.

You might also like