યંગ એજમાં કેન્સરને માત અાપનારા લોકોમાં સુસાઈડનું જોખમ બમણું હોય

જ્યારે કેન્સરનું નિદાન તાય ત્યારે જ વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બને છે એવું નથી. જીવન-મરણની લડાઈમાં કેન્સરને હંફાવીને જીતવાનો અત્યંત કપરો સમય પસાર થઈ ગયા પછી પણ ઘણા દરદીઓમાં ડિપ્રેશનની શરૂઅાત થાય ચે. ખાસ કરીને યંગ એજમાં કેન્સર સામે બાથ ભીડી ચૂકેલા લોકોને કર્કરોગ સામે જીત મેળવ્યા પછી જીવનમાં ખાલીપો અાવી જાય છે. નોર્વેની યુનિવર્સિટી ઓફ બર્ગેનના રિસર્ચરોનું કહેવું છે કે જેમને કદી કેન્સર નથી થયું એવા લોકોની સરખામણીએ કેન્સરમાંથી ઊગરી ચૂકેલા લોકોમાં સુસાઈડ કરવાની ટેન્ડન્સી બમણી હોય છે. જેમને મગજમાં ટ્યુમર હોય, લ્યુકેમિયા પ્રકારનું લોહીનું કેન્સર થયું હોય, હાડકાં કે સોફ્ટ ટિશ્યુઝમાં સાર્કોમા પ્રકારનું કેન્સર કે વૃષણનું કેન્સર થયું હોય એવા દરદીઓમાં કેન્સર સામેની જીત પછીયે સુસાઈડનું રિસ્ક વધી જાય છે.
http://sambhaavnews.com/

You might also like