કેન્સલ થયેલો GST નંબર હવે ઓનલાઈન એક્ટિવેટ કરી શકાશે

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલને એક વર્ષ પૂરું થવાને બે સપ્તાહની વાર છે. પાછલા વર્ષના જુલાઇમાં જીએસટીનો અમલ શરૂ થયો હતો, પરંતુ શરૂઆતમાં જીએસટી પોર્ટલની ટેક્િનકલ ખામીનો ભોગ સરકારીતંત્ર સહિત વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટિશનર્સને બનવું પડ્યું હતું, જોકે ડિસેમ્બર બાદ તેમાં સરળીકરણ આવ્યું હતું. સરકારે પણ કેટલાક સુધારા-વધારાનાં પગલાં લીધાં હતાં.

દરમિયાન સરકારે વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટિશનર્સને રાહત મળે તે રીતે વધુ પગલાં ભર્યાં છે. વેપારીને જો કોઇ કારણસર જીએસટી નંબર કેન્સલ થઇ ગયો હોય તો તેને ફરીથી એક્ટિવેટ કરવાની સુવિધા પોર્ટલ પર આપવામાં આવી ન હતી, પરંતુ હવે પોર્ટલ પર જ એક્ટિવેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં, પોર્ટલ પરથી કયા ટેક્સ અધિકારી કયા ઘટકમાં છે તેની સંપૂર્ણ વિગતો અને માહિતી પણ મેળવી શકાશે.

સરકારની આ સુવિધાના કારણે વેપારીને ઓનલાઇન કામકાજ કરવામાં રાહત થશે. દરમિયાન કોમ્પોઝિશન વિકલ્પ પસંદ કરનારા વેપારીઓ માટે પણ હવે પોર્ટલ પર મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પોર્ટલ પર જીએસટીઆર-૪ નામનું એક ઓનલાઇન ફોર્મ મુકાયું છે.

કોઇ પણ ડિસ્ટ્રિબ્યૂટર કોમ્પોઝિશન હેઠળ આવતા ડીલરને માલનું વેચાણ કરે ત્યારે જે તે કોમ્પોઝિશન ડીલરની ખરીદીની જાણ સરકારને થશે.  ઉલ્લેખનીય છે કે સરકાર એસજીએસટીની અને સીજીએસટીની ઘટતી જતી આવકના પગલે ચિંતાતુર છે એટલું જ નહીં, હજુ પણ નિકાસકારો તથા સ્થાનિક કક્ષાએ વેપારીઓના કરોડો રૂપિયાનાં રિફંડ અટવાયેલાં છે.

સરકાર જીએસટીની આવક વધે તે માટે વધુ સખત પગલાં ભરે તેવો પણ તખતો ગોઠવાઇ રહ્યો છે. આ અંગે સેલ્સટેક્સ બાર એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે વેપારીઓને રાહત મળે તે રીતે પોર્ટલમાં ફેરફાર કરાયાે છે, જેના કારણે તેઓની મુશ્કેલી હળવી થશે.

You might also like