બે ફ્લાઈટ કેન્સલ: અાઠ ફ્લાઈટ ત્રણ કલાક ડીલે

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટથી દોહા જતી અને મુંબઈથી અાવતી કતાર એરવેઝની બે ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. અમદાવાદથી દોહા જતી કતાર એરવેઝની ક્યુઅાર-8605 નંબરની ફ્લાઈટને અાજે કેન્સલ કરવામાં અાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેવી જ રીતે મુંબઈથી અમદાવાદ અાવતી કતાર એરવેઝની ક્યુઅાર-8604 નંબરની ફ્લાઈટ પણ કેન્સલ કરાઈ હતી.
અબુધાબીથી અાવતી જેટ એરવેઝની 9 ડબ્લ્યુ-519 અને એતિહાદ એરવેઝની ઈવાય-8730 નંબરની ફ્લાઈટ અડધો કલાક કરતાં વધુ સમય મોડી હતી તેવી જ રીતે મસ્કતથી અાવતી સ્પાઈસ જેટની એસજી-62 નંબરની ફ્લાઈટ ત્રણ કલાક મોડી અાવી હતી તો કુવૈતથી અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-982 નંબરની ફ્લાઈટ અડધો કલાક મોડી હતી તો લંડનથી મુંબઈ થઇને અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-130 નંબરની ફ્લાઈટ અડધો કલાક કરતાં વધુ સમય મોડી અાવી હતી.
જ્યારે અમદાવાદથી દિલ્હી જતી સ્પાઈસ જેટની એસ.જી.194 નંબરની ફ્લાઈટ અઢી કલાક, ચેન્નઈ જતી એર ઈન્ડિયાની એઅાઈ-982 નંબરની ફ્લાઈટ અડધો કલાક અને મુંબઈ જતી એર ઈન્ડિયાની એઅાઈ 614 નંબરની ફ્લાઈટ દોઢ કલાક મોડી ઉપડી હતી.

You might also like