કેન્સલ નોંધણી નંબર ચાલુ ન થતાં વેપારીઓ મુશ્કેલીમાં

728_90

અમદાવાદ: જે વેપારીના નોંધણી નંબર કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેન્સલ કર્યા હોય તેવા કેસમાં વેપારી તરફથી નંબર ચાલુ કરવા માટે ડિપાર્ટમેન્ટમાં અપીલ કરવામાં આવે છે, પરંતુ અપીલની કાર્યવાહી ત્રણ-ત્રણ મહિના થવા છતાં પણ થતી નથી, જેના કારણે વેપારીઓને નોંધણી નંબર ફરી શરૂ ન થતાં મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

નિયમ અનુસાર ડેપ્યુટી કમિશનરને અપીલ કરવાની થાય છે. ત્યાર બાદ જે વોર્ડમાં વેપારીનો નંબર પડતો હોય તે અધિકારી સ્પોટ વિઝિટ કરે છે અને અધિકારી સ્પોટ વિઝિટનો રિપોર્ટ કરી ધંધો ચાલુ છે કે કેમ? સરનામું યોગ્ય છે કે નહીં? તેની તમામ વિગતોનો રિપોર્ટ ડેપ્યુટી કમિશનરને કરે છે, પરંતુ કેન્સલ થયેલા નોંધણી નંબર શરૂ ન થવાના કારણે વેપારીઓના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડે છે.

ડિપાર્ટમેન્ટના કરદાતા અધિકાર પત્રમાં કેન્સલ થયેલા નંબર અંગેની કાર્યવાહી ડેપ્યુટી કમિશનરે ૩૦ દિવસમાં પૂરી કરવાની રહે છે, પરંતુ એક યા બીજા કારણસર તથા ડેપ્યુટી કમિશનરને એક કરતા વધારે ચાર્જની સોંપણી થવાના કારણે તથા કોમર્શિયલ ટેક્સ ઓફિસરોના સમયસરની સ્પોટ વિઝિટ ન થઇ શકવાના કારણે કેન્સલ થયેલા નોંધણી નંબર ત્રણ-ત્રણ મહિનાનો સમય થઇ ગયો હોવા છતાં શરૂ થઇ શક્યા નથી. ટેક્સ બાર એસોસિયેશનના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કેન્સલ થયેલા નોંધણી નંબર માટે કમિશનરને પણ સમયસર શરૂ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરાઇ હતી, પરંતુ તે અંગે હજુ સુધી કંઇ ઘટતું કર્યું નથી.
http://sambhaavnews.com/

You might also like
728_90