કેનેરા-કોટક બેન્કે લોનના દર ઘટાડ્યા

મુંબઇ: પાછલાં સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેલ્લી મોનેટરી પોલિસીમાં જ નીતિગત વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યા બાદ કેટલીક બેન્કો લોન પરના વ્યાજના દરમાં ઘટાડો કરવા માટે આગળ આવી છે. કેનેરા બેન્ક, ઇન્ડિયન બેન્ક અને ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્કે લોન પરના વ્યાજના દરમાં ૦.૧ ટકાનો ઘટાડો કર્યો છે.

બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે વધતી જતી હરીફાઇ વચ્ચે લોન બિઝનેસ કારોબાર જાળવી રાખવા આ ઘટાડો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેનેરા બેન્કે લોન પરના વ્યાજના દરોમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ ૯.૬૦ ટકા હતો જે ઘટીને હવે ૯.૬૫ ટકા થશે. નવા દરનો આગામી ૧૧ ઓક્ટોબરથી અમલ કરવામાં આવશે, જ્યારે ખાનગી સેક્ટરની કોટક મહિન્દ્રા બેન્કે લોન પરના વ્યાજના દરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ ૯.૫૦ ટકા હતા તેમાં હવે ઘટાડો કરીને ૯.૪૦ ટકા થઇ જશે. બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોના કહેવા પ્રમાણે કેટલીક મધ્યમ બેન્કો દ્વારા લોન પરના વ્યાજના દરમાં ઘટાડો કરાતા હવે અન્ય બેન્કો પણ વ્યાજદરમાં ઘટાડો કરવા આગળ આવી શકે છે.

You might also like