કેનેડાની સંસદમાં શીખ સંરક્ષણ પ્રધાનની મજાક ઉડાવવામાં અાવી

ટોરેન્ટો: કેનેડાના પ્રથમ શીખ સંરક્ષણ પ્રધાન હરજિત સજ્જનને સંસદમાં અે સમયે ભેદભાવનો સામનો કરવો પડ્યો જ્યારે તે વિપક્ષી સભ્યઅે બૂમો પાડીને કહ્યું કે જ્યારે તેઅો બોલે છે તો સાંસદોને ‘અંગ્રેજીના અંગ્રેજી’ અનુવાદની જરૂર પડે છે. તેને એક વંશવાદી ટિપ્પણી પણ કહી શકાય. વરિષ્ઠ કંજર્વેટિવ પક્ષના સાંસદ જેસન કેનીઅે પ્રશ્નોત્તરી દરમિયાન ત્યારે વિવાદ ઊભો કર્યો જ્યારે તેમણે સજ્જનસિંહને નિશાન બનાવતી ટિપ્પણી કરી. કેનીઅે અા ટિપ્પણી ત્યારે કરી જ્યારે સજ્જન ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ સૈન્ય અભિયાન અંગે કહી રહ્યા હતા. પૂર્વ સંરક્ષણ પ્રધાન કેનીઅે કહ્યું કે સાંસદોને સજ્જનના જવાબો પર અંગ્રેજીમાંથી અંગ્રેજી અનુવાદ કરવો પડે છે. ૪૫ વર્ષીય સજ્જન ગયા નવેમ્બર મહિનામાં કેનેડાના સંરક્ષણ પ્રધાન બનાવાયા હતા ત્યારે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડેની ૩૦ સભ્યોની લિબ્રલ પાટીના કેબિનેટે શપથ લીધા હતા.

તેઅો એક ભૂતપૂર્વ સૈનિક છે અને બોસ્નિયામાં કામ કરી ચૂક્યા છે. તેની સાથે તેઅો કંધાર, અફઘાનિસ્તાનમાં પણ તૈનાત રહ્યા હતા. સજ્જનનો જન્મ ભારતમાં થયો હતો અને તેઅો પાંચ વર્ષના હતા ત્યારથી તેઅો કેનેડા ચાલ્યા ગયા હતા. સજ્જનની પાર્ટીના અન્ય સાંસદોઅે તેમના પર નિશાન સાધ્યું અને તેની ટિપ્પણીને વંશીય ગણાવી. પ્રશ્નોત્તરી બાદ લિબલર પાર્ટીના કેવીન લેમોરિક્સ ઉઠ્યા અને કેનીને સંરક્ષણ પ્રધાન અંગે કરાયેલી અયોગ્ય ટિપ્પણી માટે માફી માગવા કહ્યું.

ભારતીય મૂળના અન્ય અેક સાંસદ રાજ ગ્રેવાલે જણાવ્યું હતું કે હરજીત સજ્જન જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે કેનીએ જે ટિપ્પણી કરી તે બદલ તેમણે માફી માગવી જોઈએ. કેનીઅે ગ્રેવાલને જવાબ અાપતાં કહ્યું કે તેઅો સજ્જનનું એક ઉત્કૃષ્ટ અને બુદ્ધિમાન વ્યક્તિ તરીકે સન્માન કરે છે. જો ટિપ્પણી કોઈપણ રીતે ખોટી રીતે લેવાઈ હોય તો મને તેનું દુઃખ છે.

You might also like