કેનાલમાંથી પાણીની ચોરી રોકવા ગયેલી સિંચાઈ વિભાગની ટીમ પર ખેડૂતોનો હુમલો

અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક ખેડૂતો પાણીની ચોરી કરતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા સિંચાઈ વિભાગના અધિકારીઓ એસઅારપીના જવાનો સાથે સાંતેજ નજીક અાવેલા સબાસપુર ગામે ગયા હતા ત્યારે કેટલાક ખેડૂતોએ સિંચાઈ વિભાગની ટીમ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેથી સિંચાઈ વિભાગના અધિકારીઓની ટીમને ભાગવાની ફરજ પડી હતી. અધિકારીઓએ અા ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ ઉતારી લીધું હતું.

મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના સબાસપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે ગત મંગળવારે સરદાર સરોવર નિગમના ઈજનેર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સબાસપુર ખાતે કેનાલમાં લગાવેલી પાઈપો કાઢવા ગયા હતા. દરમિયાનમાં અા અંગે ગામના ખેડૂતોને જાણ થતાં તેઓ લાકડીઓ અને પાઈપો સાથે દોડી અાવ્યા હતા અને એસઅારપીના જવાનોની હાજરીમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો. સિંચાઈના અધિકારીઓએ અા ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ ઉતારી લીધું હતું અને અા અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અાધારે પોલીસે અારોપીઓની શોધખોળ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like