કેનાડાના PM ટૂડોએ પરિવાર સહિત તાજમહલના કર્યા દિદાર

ભારતના પ્રવાસે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ આજે આગ્રાની મુલાકાત લીધી હતી. જ્યાં ટૂડોએ પરિવાર સાથે વિશ્વપ્રસિધ્ધ તાજમહેલના દિદાર કર્યા હતા. જો કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના સ્વાગત માટે પહોંચી શક્યા નહોતા.

કેનેડાના વડાપ્રધાન ટૂડો અહી પોતાની પત્ની સોફી ગ્રેગોઇર અને ત્રણ બાળકો સાથે પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન ટૂડોએ પરિવાર સાથે દુનિયાના સાતમા અજુબામાં સામેલ તાજમહેલનો દિદાર કર્યો હતો. ટૂડોએ તાજમહેલની વિઝીટર બુકમાં લખ્યું કે ‘દુનિયાની સૌથી ખૂબસુરત જગ્યાઓમાંની એકના દિદાર માટે ધન્યવાદ.

કેનેડાના એરફોર્સ ના વિશેષ વિમાનથી ખેડિયા એરબેસ પહોંચ્યા બાદ ટુડો પરિવારે તાજમહેલ પહોંચ્યું હતું. વીઆઇપીની મુલાકાતને લઇને તાજમહેલ આમજનતા માટે સવારે 9-40 થી 11-40 સુધી બંધ રાખવામાં આવ્યું હતું. કેનેડાના પીએમ ટૂડો તાજમહેલને જોઇને ખૂબ આનંદિત થઇ ગયા હતા.

You might also like