કેનેડાના PM જસ્ટિન આજે ભારતની 7 દિવસની મુલાકાતે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો આજે ભારતની સાત દિવસની યાત્રા માટે દિલ્હી પહોંચશે. કેનેડાની PM જસ્ટિન ટ્રૂડોની ભારત યાત્રા શરૂ થાય તે પહેલા બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક થઈ હતી.

આ સલાહકારોની બેઠકમાં રક્ષા અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સહયોગ વધારવા અને રોકાણ કરવા તથા વ્યાપાર વધારવા મામલે જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ઉપરાંત ભારત કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી જતી ગતિવિધિ અંગે પણ ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ જસ્ટિન ખાલિસ્તાનના સમર્થકો પ્રત્યે નરમી દર્શાવી રહ્યા છે, તેવો આરોપ તેમના પર છે.

ટ્રૂડો પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીની 2015માં કેનેડા યાત્રા દરમિયાન ટ્રૂડો સાથે મુલાકાત લિબરલ પાર્ટીના નેતા તરીકે થઇ હતી. જસ્ટિન ટ્રૂડો પોતાની ભારત યાત્રા દરમિયાન રાજધાની દિલ્હી સિવાય આગ્રા, અમૃતસર, અમદાવાદ અને ગુજરાતમાં સ્વામિનારાયણ મંદિરના દર્શન પણ કરશે.

You might also like