પોકેમોન ગો રમતાં રમતાં બે ભાઇઓ પહોંચ્યા અમેરિકા

વોશિંગ્ટન: જાણીતી મોબાઇલ ગેમ પોકેમોન ગો ની લોકપ્રિયતા દુનિયાભરમાં છવાઇ ગઇ છે. આ ગેમ લોકોને એટલી હદ સુધી પસંદ પડી રહી છે કે કેટલાક દેશોએ તો તેને બંધ કરાવવા માંગણી કરી છે. પાગલપન તો એ છે કે બે ટીનેજર્સ ભાઇ આ ગેમને રમતા રમતા કેનેડાથી અમેરિકા પહોંચી ગયા. હજુ થોડા સમય પહેલા જ એક સમાચાર મળ્યા હતાં કે પોકેમોન ગેમ રમતા રમતા એક મહિલા ઝાડ પર ચડી ગઇ હતી.

આંતરિક સુરક્ષા, સીમા શુલ્ક અને સીમા સુરક્ષા એજન્સીઓના હવાલાથી એ સૂચના મળી છે કે બંને ભાઇ આ માબોઇલ ગેમને રમતા સરહદ પાર કરી દીધી અને અમેરિકા પહોંચી ગયા. અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા સીમા સુરક્ષાના જવાનોએ બંને ભાઇની ધરપકડ કરી લીઘી છે. તે સમયે બંને ભાઇો મોબાઇલ ફઓન પર પોકેમોન ગો ગેમ રમવામાં મશગૂલ હતાં. બંને ભાઇઓ દક્ષિણ કેનેડાના અલ્બાર્ટા પ્રાંતથી મોંટાનામાં પ્રવેશ કરી ગયા અને તે લોકોને ખબર પણ નહતી.

સીમા સુરક્ષા એજન્સીના માઇકલ રેપોલ્ડએ જણાવ્યું કે બંને કિશોર પોકેમોન ગો ગેમ રમવામાં એટલા મશગૂલ હતાં કે તેમણે ખબર જ ના પડી કે તે લોકો ક્યાં આવી ગયા છે. જો કે જરૂરી વિધિ પૂર્ણ કર્યા બાદ બંનેને તેની માતચાને સોંપવામાં આવ્યા હતાં. આ ગેમની પાછળ આવું પાગલપન જોતા કેટલાક દેશોએ તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

You might also like