કેનેડા જવા ટુકડે ટુકડે રૂપિયા ૩૩ લાખ અાપ્યા, માગવા ગયા તો પતિ-પત્નીઅે માર માર્યો

728_90

અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ બોપલ વિસ્તારમાં રહેતી અને વિદેશ મોકલવાનું કામકાજ કરતી વ્યક્તિને કેનેડા જવા માટે ટુડકે ટુકડે રૂ. ૩૩ લાખ આપ્યા હતા. વિદેશ ન મોકલતાં પૈસા પરત લેવા ગયેલી મહિલાને પતિ-પત્નીએ માર માર્યો હતો. આ અંગે મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદ એપા ર્ટમેન્ટમાં મનીષાબહેન પરમાર તેમના પરિવાર સાથે રહે છે. બોપલ વિસ્તારમાં આવેલી ગાર્ડન રેસિ-ડેન્સીમાં રહેતા અને વિદેશમાં નોકરી અને વિઝા અપાવવાનું કામકાજ કરતા કલ્પેશભાઈ પ્રભુદાસભાઇ શેઠ સાથે ઓળખાણ થઇ હતી. બે વર્ષ અગાઉ મનીષાબહેને કેનેડા જવા માટે ટુડકે ટુકડે રૂ. ૩૩ લાખ કલ્પેશભાઈને આપ્યા હતા.

પૈસા આપ્યા બાદ તેઓએ કેનેડા મોક્લવાની કોઈ પ્રોસિજર ન કરતાં તેઓએ પૈસા પરત માગ્યા હતા.અવારનવાર પૈસાની માગણી કરતાં આઠ લાખના ત્રણ અને નવ લાખનો એક ચેક આપ્યો હતો, જેમાં ચેક રિટર્ન થતાં ગઈ કાલે બપોરે મનીષાબહેન કલ્પેશભાઈના ઘરે પૈસાની ઉઘરાણી માટે જતાં કલ્પેશભાઈ અને તેમનાં પત્ની કાજલબહેને ઉશ્કેરાઈ ગંદી ગાળો બોલી મનીષાબહેનના માથામાં કુડું મારી દીધું હતું. ફરી પૈસા માગવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કાજલબહેને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like
728_90