કેનેડાના વિઝા લેવા જતાં સાત લોકોએ રૂ.૪૭.૭૦ લાખ ગુમાવ્યા

અમદાવાદ: એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ વોલસ્ટ્રીટ-2 બિલ્ડીંગમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને લોકોને કેનેડા વર્ક પર‌િમટ આપવાની ખાતરી આપી 47.70 લાખની છેતર‌િપંડી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એલિસબ્રિજપોલીસે 7 લોકોની ફરિયાદના આધારે છેતર‌િપંડી કરનાર યુવક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નવરંગપુરા વિસ્તારમાં આવેલા શાંતાનગર એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષીય મનમોહન સંપતલાલ સોનીએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જે મુજબ એલિસબ્રિજમાં જંગલભૂખ રેસ્ટોરાંની પાછળ આવેલ વોલસ્ટ્રીટ-2 બિલ્ડિંગમાં પ્રિસાઇઝ કન્સલ્ટન્સી નામની ઓફિસમાં મનમોહનભાઇ પરિવાર સાથે કેનેડા વર્ક પરમિટથી જવાનું હોવાથી પૂછપરછ કરવા માટે ગયા હતા, જ્યાં તેમની મુલાકાત અનીસ શ્રીચંદ ક્રિપલા સાથે થઇ હતી. અનીસે મનમોહનભાઇને કેનેડા પરિવાર સાથે વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી.

મનમોહનભાઈ, તેમનાં પત્ની અને બે બાળકોના વિઝા માટે રૂ.૭ લાખનો ખર્ચ થશે તેમ અનીસે જણાવ્યું હતું. તારીખ 6-8-2016ના રોજ અનીસે વર્ક પર‌િમટના વિઝાની રજિસ્ટ્રેશન ફી પેટે બે લાખ રૂપિયા લીધા હતા. તારીખ 11-8-2016ના રોજ અનીસે મનમોહનને ફોન કરીને કેનેડાથી એમ્પ્લોયમેન્ટનો કોન્ટ્રાક્ટ લેટર આવી ગયો હોવાનું જણાવી વધુ ત્રણ લાખ લીધા હતા. તે પછી મે‌િડક્લેમ પેટે સાડા ત્રણ લાખ રૂપિયા અને પોલીસ ક્લિયર સર્ટિફિકેટ માટે 1.20 લાખ રૂપિયા લીધા હતા, જોકે છેવટે મનમોહનના કેનેડાના વિઝા નહીં કરી આપતાં દસ લાખ રૂપિયાની છેતર‌િપંડીની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં કરી છે.

અનીસે શાહીબાગમાં રહેતા દીપકકુમાર પરીખ પાસેથી 2.23 લાખ, મ‌િણનગરમાં રહેતા સુનીલ જોષી પાસેથી 36 હજાર, ચેનપુર ખાતે રહેતા મુકેશભાઇ પાસેથી 3.30 લાખ, પાલડીમાં રહેતા ફરહીન શેખ પાસેથી 23.80 લાખ, ઇસનપુરમાં રહેતા હ‌િર્ષલ બગથ‌િરયા પાસેથી 29 હજાર અને નારણપુરામાં રહેતા અંકિત ભંદ્રેશા પાસેથી 4.5 લાખની છેતર‌િપંડી આચરી છે. કેનેડાના વિઝા અપાવવાનું કહી રૂ.૪૭.૭૦ લાખ પડાવીને અનીસ ફરાર થઈ ગયો છે.
http://sambhaavnews.com/

You might also like