કેનેડામાં રહેતા પરિવારનો પ્લોટ નિવૃત્ત પીઆઇએ પચાવી પાડ્યાની ફરિયાદ

અમદાવાદ: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટરે કેનેડા સ્થિત એક પરિવારનો જમીનનો પ્લોટ પચાવી પાડી ગેરકાયદે બાંધકામ કર્યાં અંગે કોર્ટમાં ફરિયાદ થઇ છે. મીરજાપુર કોર્ટે યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કરીને નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટરને નોટિસ ઇશ્યૂ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

જુહાપુરા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટર અહેમદ કુરેશી તથા તેમના પુત્રએ જુહાપુરા વિસ્તારમાં આવેલ અહેસાન પાર્ક સોસાયટીની જમીનના મામલે એક વ્યકિત ઉપર રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. વેજલપુર પોલીસે અહેમદ કુરેશી તથા તેના પુત્ર અસલમ કુરેશી ઉપર હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. તાજેતરમાં બંને પિતા પુત્ર શરતી જામીન ઉપર મુકત થયા હતા.

દરમિ્યાનમાં કેનેડા સ્થાયી થયેલા મોમિન પરિવારનો જુહાપુરા અહેસાન પાર્ક સોસાયટીમાં પ્લોટ આવેલો છે. થોડાક દિવસ પહેલાં એક સામાજિક કામ માટે સઇદાબાનુ કે. મોમિન અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમને ખબર પડી કે અહેમદ કુરેશીએ જમીન ઉપર કબજો જમાવી લીધો છે. આ મુદ્દે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઇ પણ કાર્યવાહી ના થતાં સઇદાબાનુએ તેમના વહીલ એ. એસ. ટીમ્બલિયા મારફતે મીરજાપુર કોર્ટમાં નિવૃત્ત પીઆઇ તથા તેમના પુત્ર વિરુુદ્ધમાં ફરિયાદ કરી હતી.

You might also like