રિયો ઓલિમ્પિક : દેશના ‘સુલતાન’ યોગેશ્વર દત્ત પર મેડલની આશા

નવી દિલ્હી : રિયો ઓલિમ્પિક તેના અંતિમ પડાવમાં પહોંચી ગયું છે. અત્યાર સુધી ભારત બે મેડલ જીતવામાં સફળ રહ્યું છે. ભારતવાસીઓને હજી પણ ગોલ્ડ મેડલ જીતવાની આશા છે. રિયો ઓલિમ્પિકમાં આજે અંતિમ દિવસે ભારતીય પહેલવાન યોગેશ્વર દત્ત પર દેશની આજે નજર રહેશે. ભારતીયોને યોગેશ્વર દત્ત પાસેથી મેડલ જીતવાની આશા છે. આ અગાઉ પહેલવાન યોગેશ્વર દત્તે લંડન ઓલિમ્પિકમાં ભારતીયોને ખુશ કરી દેતાં મેડલ જીત્યો હતો.

2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર યોગેશ્વર દત્ત પાસેથી રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા છે. યોગેશ્વર પોતે જાણે છે કે નરસિંહ રિયો ઓલિમ્પિકમાંથી બહાર થતાં તેના પર દેશવાસીઓની આશા ખૂબ વધી ગઇ છે. ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારે યોગેશ્વરે શુભકામના પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે યોગેશ્વર દત્તે ઓલિમ્પિકમાં 60 કિગ્રા વજનની ફ્રી કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તે 65 કિગ્રા વજનની કુસ્તીમાં રમશે. કુશ્તીમાં મેડલ જીતનાર તે ત્રીજો ભારતીય ખેલાડી છે. સૌથી પહેલા 1952ના ઓલિમ્પિકમાં ભારતના ખશબ જાધવે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ત્યાર બાદ 2008માં બેઇજીંગ ઓલિમ્પિકમાં પહેલવાન સુશીલકુમારે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આજે 125 કરોડ ભારતવાસીઓની નજર દેશના આ સુલતાન પર રહેશે.

You might also like