સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેનો નિર્ણય SCએ બંધારણ પીઠને સોંપ્યો

ભારતના દક્ષિણી રાજ્ય કેરળના પશ્ચિમી ઘાટમાં આવેલું ભગવાન અયપ્પાના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. મહિલાઓને પ્રવેશ આપવાના મામલે સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે સબરીમાલાના મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટે આ મુદ્દે પ્રશ્ન કરતાં કહ્યું હતું કે, બંધારણમાં આ પ્રકારના કોઈપણ ભેદભાવને સ્થાન નથી.

સુપ્રિમ કોર્ટના ત્રણ જજે આ બાબતે નિર્ણય આપી પીઠને મોકલી આપ્યો છે. બંધારણની આ પીઠ ધાર્મિક સંસ્થાના ધાર્મિક મૌલિક અધિકાર પર વિચાર કરશે. ઈન્ડિયન યંગ લાયર્સ એસોસિએશને કોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર રોકએ લિંગ ભેદભાવ છે. તેમણે તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની માગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે શનિ શિંગણાપુર મંદિર અને મુંબઈની હાજી અલી દરગાહમાં પ્રવેશ મેળવવાની લડાઇમાં મહિલાઓને જીત મળી છે. જો કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ મામલે કેરળ હાઇકોર્ટ 1990માં પરંપરાની વાત કરતા પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો.

You might also like