કુરકુરે ખાઇને ઇનો પીવાથી થઇ શકે છે મોત, શું આ કોમ્બિનેશન ઝેરી છે ?

અમદાવાદ : હાલનાં દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક મેસેજ શેર થઇ રહ્યો છે. ફેસબુક, વ્હોટ્સએપ અને ટ્વિટર ત્રણેય જગ્યાઓ પર આ મેસેજમાં લખ્યું છે કે ચેન્નાઇમાં એક વિદ્યાર્થીએ કુરકુરે ખાધુ પરંતુ તે પચાવી શક્યો નહોતો. પરંતુ તેને પચાવવા માટે તેણે એટાસિડ ઇનો પીધું. આ કારણે તેનું મોત થઇ ગયું હતું.

1
(જેમ્સ વસંત નામની વ્યક્તિ દ્વારા કરાયેલી ફેસબુક પોસ્ટ)

ચેન્નાઇમાં એક વિદ્યાર્થી છે સેન્ટ માઇકલ એકેડેમી. અહીં 12માં ધોરણમાં અભ્યાસ કરતો સિરીશ સાવિયોનું મોત નિપજ્યું હતું. આ અંગે સિરીશના પિતાના મ્યૂઝિક કંપોજર મિત્ર જેમ્સ વસંતે એક ફેસબુક પોસ્ટ લખ્યું હતું. આ પોસ્ટમાં તેમણે લખ્યુ કે સિરીશના પરિવાર અનુસાર તેણે પ્રખ્યાત સ્નૈક્સ કુરકુરે ખાધુ હતું. ત્યાર બાદ તેને પેટમાં દુખવા લાગ્યું હતું. પેટ દુખવાના કારણે તેણે એટાસિડ ઇનો પી.લીધું હતું ત્યાર બાદ તેને ઉલ્ટીઓ થવા લાગી અને થોડી જ મિનિટોમાં તેનું મોત થઇ ગયું હતું.

2
(જે વિદ્યાર્થીનું મોત નિપજ્યું તે તસ્વીરમાં જોઇ શકાય છે)

આ મેસેજ વાઇરલ થયો અને સોશ્યલ મીડિયા પર આ મેસેજ છવાઇ ગયો. કુરકુરે ખાધા બાદ ઇનો ન પીવો નહીતો મોત થઇ શકે છે. આ સમગ્ર ઘટનાઓ મેન્ટોસ અને કોકના કોમ્બિનેશનની વર્ષો જુની અફવાની યાદ અપાવી દીધી હતી.

સિરીશ સાવિયાનું મોત કેમ થયુ તે અંગે હજી સુધી કોઇ નિર્ણાયક પુરાવા નથી મળ્યા. પરંતુ કેટલીક વેબસાઇટ્સે સુત્રોના હવાલાથી લખ્યું કે કોઇ મેડિકલ કંડીશનનાં કારણે તેના હૃદયની ધમનીમાં અચાનક સોજો આવી ગયો હતો. ધમનીની દિવાલ જો પાતળી હોય તો તે સોજાને સહી નથી શકતી અને તેના કારણે ધમની ફાટી જાય છે. અંદરથી બ્લિડીંગ થઇ શકે છે. આ શરીરનાં કોઇ પણ હિસ્સામાં હોઇ શકે છે.

જો કે સાંજે જેમ્સ વસંતે પોતાની ફેસબુક પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. તેમણે કહ્યું કે કારણ તો સાચુ જ છે પરંતુ યુવકનો પરિવાર પ્રાઇવસી ઇચ્છે છે. માટે તેઓ પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે.

You might also like