સિગારેટનાં ઠૂંઠાં મલેરિયાના મચ્છરને માત અાપવામાં મદદરૂપ

ભલે સિગારેટ પીવાનું સ્વાસ્થ્ય માટે સારું નથી, પરંતુ જો સિગારેટ પીતા હો તો એનાં ઠૂંઠાં તમારા ઘરને મલેરિયાના મચ્છરથી દૂર રાખવાનું કામ કરી શકે છે. અડધીપડધી સળગેલી સિગારેટના ઠૂંઠામાં રહેલાં નિકોટિન અને અન્ય ઝેરી કેમિકલ્સ મલેરિયાના મચ્છરને નબળા પાડી દે છે. તામિલનાડુના વેલૂર સિટીમાં અાવેલી થિરુવલ્લુર યુનિવર્સિટીના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં નોંધાયું છે કે સિગારેટના ઠૂંઠામાં સિલ્વરનું નેનોસ્ટ્રક્ચર ભેળવવામાં અાવે તો એનાથી ઝેરી મરેલિયા પેદા કરતા માદા એનોફીલસ મચ્છરોની ઈંડાં મૂકવાની ક્ષમતા અટકી જાય છે.

You might also like