આજે બંધ થઈ જશે ગોવા અને પંજાબ વિધાનસભાની ચુંટણીનો પ્રચાર

ગોવા અને પંજાબમાં 4 ફેબ્રૂઆરીએ થનારી વિધાનસભાની ચુંટણીને લઈને ગયા મહિને બે મહિનાથી જોરશોરથી ચાલી રહ્યો છે પ્રચાર. આ પ્રચાર અભિયાન આજે સમાપ્ત થઈ જશે. પ્રચાર અભિયાન મતદાનથી 48 કલાક પહેલા બંધ થઈ જશે.

ગોવામાં 40 સદસ્યોની વિધાનસભા માટે 1642 મતદાન કેન્દ્રો પર વોટ નાંખવામાં આવશે. કોંગ્રેસ જ્યારે 37 સીટો પર ચુંટણી લડી રહી છે. જ્યારે કે ભાજપે 36 સીટો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. પહેલી વાર રાજ્ય વિધાનસભા ચુંટણીમાં ઉતરી રહેલી આમ આદમી પાર્ટીએ 39 સીટો પર પોતાના ઉમેદવારો નીમ્યા છે.

પંજાબમાં તમામ 117 વિધાનસભા સીટો પર પ્રચાર આજે બંધ થઈ જશે. પંજાબમાં ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધીના ચાર રોડ શો છે. સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર પણ રેલી કાઢશે. અરવિંદ કેજરીવાલ લુધિયાણામાં સભાને સંબોધિત કરશે અને સાંજે દિલ્લી પાછા આવશે.

You might also like