ઇરાકમાં ગુમ થયેલા 39 ભારતીયોનું તપાસ અભિયાન પૂર્ણ

મોસુલ: ઇરાકમાં ગુમ થયેલા 39 ભારતીયોની તપાસ પર ગયેલા વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહને એ લોકોના કોઇ પુરાવા મળ્યા નથી. આ કારણથી સિંહે એ લોકોને શોધવાનું મિશન પૂર્ણ કરવાની જાહેરાત કરી દીધી છે. વીકે સિંહે મીડિયા લાથે વાત કરતાં કહ્યું કે હવે સરકારને માત્ર ડીએનએ સેમ્પલ પર આશ્રિત રહેવું પડશે જે એ લોકોમાંથી કેટલાકના પરિવારના લોકો પાસેથી લેવામાં આવ્યા હતા.

આ 39 ભારતીય 2014માં ગુમ થયા હતા, એ સમયે ઇરાક અને સીરિયામાં આતંકી સંગઠન આઇએસનો કબ્જો હતો. ત્યારથી સરકાર એમને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. સિંહ એ લોકોથી જોડાયેલી જાણકારી લેવા માટે ઇરાકના મોસુલ અને બદૂશ શહેર પણ જનાર હતા જ્યાં તેઓ છેલ્લી મુલાકાત પર જઇ શક્યા નહતા કારણ કે ત્યાં આઇએસનો કબ્જો હતો. ગુમ થયેલા લોકોની જાણકારી ત્યાંથી જ આવી હતી.

સિંહે જણાવ્યું કે ગુમ ભારતીયોને દરેક એ જગ્યાએ શોધવામાં આવ્યા જ્યાં એમનો હોવાનો અંદાજો હોય, પરંતુ કોઇ પુરાવા મળ્યા નહી. સિંહ ભારત પરત આવી ગયા પરંતુ ઇરાકમાં હાજર ભારતીય દૂતાવાસ એ લોકોને શોધવાનું અભિયાન ચાલુ રાખશે.

જણાવી દઇએ કે ઇરાકના વિદેશમંત્રી ઇબ્રાહ્મિ અલ જાફરી જ્યારે જુલાઇમાં ભારત મુલાકાતે આવ્યા હતા તો એમને સ્પષ્ટ કહી દીધું હતું કે એ 39 ભારતીયો માટે કોઇ જાણકારી મળી નથી એ જીવતા છે કે નહીં.

You might also like