દુનિયાનું સૌથી તીખું બર્ગર અડધા કલાકમાં ઝાપટી ગયો

ઈંગ્લેન્ડના કેમ્બ્રીજમાં રહેતા ૩૬ વર્ષના રોબ રેડક્લિફે દસ હજાર કેલેરીવાળુ જમ્બો સાઈઝનું દુનિયાનું સૌથી તીખું બર્ગર અડધો કલાકમાં ખાઈને એક ચેલેન્જ પુરી કરી હતી. અહીંની રોકર્સ નામના રેસ્ટોરાંએ ચેલેન્જ મુકી હતી કે કોઈપણ વ્યક્તિ તેમનું દસ હજાર કેલેરી ધરાવતું તિખુ તમતમાટ જમ્બો સાઈઝનું દસ હજાર કેલેરી ધરાવતું બર્ગર ખાઈને બતાવે તો તે માને. અા ચેલેન્જ પુરી કરવી અઘરી હતી. કેમ કે તેમાં વિશ્વનું સૌથી તીખું ચીલી પેપર ગણાતુ મરચું નાખવામાં અાવ્યું હતું. રોબ રેડક્લિફે અા ચેલેન્જ ઉપાડી અને ૨૯ મિનિટની અંદર ૧૮ ઈંચનું અા બર્ગર ખાઈ લીધું.

You might also like