કોલ સેન્ટરમાં કયા પોલીસ અધિકારી-કર્મચારી સંડોવાયેલા છે?

અમદાવાદ: શહેરનાં મોટા ભાગનાં કોલ સેન્ટરમાં ડોલરમાંથી નાણું બદલી આપનાર થોમસ પટેલની શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘે પૂછપરછ કર્યા બાદ અન્ય આરોપીઓની પણ પૂછપરછ કરી હોવાનું સામે આવ્યું છે. કોલ સેન્ટર કૌભાંડમાં કેટલા પોલીસકર્મીઓ તથા અધિકારીઓ સંડોવાયેલા છે અને કોની રહેમ નજર હેઠળ આ કોલ સેન્ટર ચાલતાં હતાં તે મુદ્દે બે કલાક કરતાં વધુ આરોપીની પૂછપરછ કરી છે. મોટા ભાગે કોઇ પણ કેસમાં પોલીસ કમિશનર પૂછપરછ કરતા હોતા નથી, પરંતુ પોલીસ કમિશનરે કોલ સેન્ટર કૌભાંડમાં પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે થોમસ પટેલ સહિત અન્ય આરોપીની પૂછપરછ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

વસ્ત્રાપુર અ‌િત‌િથ હોટલ નજીક આવેલા મૌર્ય એટ્રિકા બિલ્ડીંગના ચોથા માળે લેક આર્ટ ઇલ ઇન્ફોટેક પ્રાઇવેટ લ‌િમિટેડ નામની કંપનીના નામે ચાલતા કોલ સેન્ટર પર ક્રાઇમ બ્રાંચ દરોડો પાડ્યાે હતાે, જેમાં કોલ સેન્ટરનું સંચાલન કરતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ કિશોર દાવડા અને સંદીપ રમજાન રાજવાણી સહિત 19 લોકોની ધરપકડ કરી હતી.

સ્પેશિયલ સ્ક્રિપ્ટના આધારે કોલર અમેરિકન અને એનઆરઆઇને ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ ડિપાર્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ અને હોમ-ઓટો લોનના નામે કોલ કરી ડોલરમાં અમેરિકન ખાતાંઓમાં પૈસા નખાવતા હતા. આ કરોડો રૂપિયા હવાલા મારફતે અમદાવાદ આવતા હતા. રાહુલ, રોની, દેવ, ચિરાગ, થોમસ પટેલ નામના યુવકો વિદેશી નાગ‌િરકોના ડિફોલ્ટરના ડેટાની લીડ આપતા હોવાનું સામે આવ્યું હતું.

ક્રાઇમ બ્રાંચે થોડાક દિવસ પહેલાં થોમસ પટેલની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘે બે કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં કોલ સેન્ટર કૌભાંડમાં કેટલા પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે તે અંગે પણ પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોમસ પટેલ પછી કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ કમિશનરે પૂછપરછ કરી છે. તમામ આરોપીમાં કયા પોલીસ અધિકારીઓની છત્રછાયા હેઠળ કોલ સેન્ટર ચાલતાં હતાં તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક પોલીસ અધિકારીઓનાં નામ આરોપીઓ કમિશનર સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ કમિશનર એ. કે. સિંઘે જણાવ્યું છે કે કોલ સેન્ટર કૌભાંડમાં પોલીસ અધિકારીઓની સંડોવણી આરોપીની પૂછપરછ કરી છે. તપાસ ચાલતી હોવા વધુ કઇ જણાવવાનો ઇન્કાર કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like