કેલિફોર્નિયા અેરપોર્ટ પર શીખ યુવકની પાઘડી ઉતરાવાઈ

સાન ફ્રાન્સિસ્કો: અમેરિકા રહેતા શીખ ય‌ુવાનને કેલિફોર્નિયાના અેરપોર્ટ પર તેની પાઘડી ઉતારવા ફરજ પાડવામાં આવી હતી. પેસેન્જરો પાસે વિસ્ફોટક સામગ્રી છે કે નહિ તેની મેટલ ડિટેકટર દ્વારા તપાસ કરાવવા તેની પાઘડી ઉતારવી હોવાનું જાણવા મળે છે.

ન્યૂજર્સીની હાઈસ્કૂલનો વિદ્યાર્થી કરણવીર સિંહ પન્નુ (ઉ.વ.૧૮) શીખ યુવાનો માટે યોજાનારા વાર્ષિક સંમેલનમાં તેના પુસ્તક બુલ્લિંગ ઓફ શીખ અમેરિકન ચિલ્ડ્રનઃ થ્રૂ ધ આઈઝ ઓફ અે શીખ અમેરિકન હાઈસ્કૂલ સ્ટુડન્ટ વિષય પર ભાષણ આપવા જઈ રહ્યો હતો. પન્નુઅે શીખ સમુદાયનાં બાળકો દ્વારા સહન કરાનારી મુસીબતો અંગે પણ અેક પુસ્તક લખ્યું છે.

કરણવીરે જણાવ્યુ‌ં કે તે કેલિફોર્નિયાના અેરપોર્ટ પર પહોંચ્યો હતો ત્યારે તેની પાસે વિસ્ફોટક સામગ્રી છે કે નહિ તેની મેટલ ડિટેકટર તપાસ માટે પાઘડી ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. તપાસમાં કંઈ નહિ મળતાં તેને સ્ક્રી‌િનંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પાઘડી ઊતરાવી તેનું સ્કેનિંગ કરાવવા જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યુું હતુ ંકે આ બાબતે મેં વિરોધ કરતાં મને ફ્લાઈટમાં નહિ જવા દેવાની ધમકી આપી હતી. તેથી હું તે માટે તૈયાર થઈ ગયો હતો. ત્યાર બાદ અેરપોર્ટના સ્ટાફે મને પાઘડી બાંધવામાં મદદ કરવા અરીસો આપ્યો હતો.

ટ્રાન્સપોર્ટેશન સિકયો‌િરટી અેડમિ‌િનસ્ટ્રેશન તરફથી કોઈ યાત્રિકની આ પ્રકારે તપાસ કરવામાં આવી હોવાની બાબતે ઈનકાર કરવામાં આવ્યો છે. જોકે અેક પ્રવકતાઅે જણાવ્યું કે ટીએસઅેના તમામ અધિકારીઓ અને તપાસ કરનારા કોન્ટ્રાકટ પરના કામદારોને યાત્રિકો સાથે કઈ રીતે સન્માનજનક વ્યવહાર કરવો જોઈઅે? તે અંગે તાલીમ આપવામાં આવે છે. જ્યારે પણ ધાર્મિક પ્રતીકો અથવા તેને લગતી અન્ય બાબતને હટાવવાની વાત આવે છે ત્યારે અધિકારી તે માટે પ્રાઈવેટ રૂમની સુવિધા આપે છે.

You might also like