મમતા સરકારને HCની ફટકાર, મોહર્રમનાં દિવસે વિસર્જન પર પ્રતિબંધ અટકાવ્યો

પશ્ચિમ બંગાળમાં મૂર્તિ વિસર્જનનાં મુદ્દે કલકત્તા હાઇકોર્ટ દ્વારા મમતા સરકારને જોરદાર ઝટકો લાગ્યો છે. પશ્વિમ બંગાળમાં મૂર્તિ વિસર્જનના મુદ્દા પર કોલકત્તા હાઇકોર્ટે ફરી એક વાર મમતા બેનર્જીની સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે મૂર્તિ વિસર્જન પર રાજ્ય સરકારનો નિર્ણય બદલી નાંખ્યો છે. કોર્ટે મોહર્રમનાં દિવસે મૂર્તિ વિસર્જન પરથી પ્રતિબંધ હટાવી દીધો છે.

કોર્ટે પોતાનાં નિર્ણય પર કહ્યું કે પહેલાંની જેમ રાત્રે 12 વાગ્યા સુધી વિસર્જન કરી શકાશે. પરંતુ પોલીસે આનાં માટે ચુસ્ત બંદોબસ્ત સાથે વ્યવસ્થા ઊભી કરવી પડશે. હાઇકોર્ટે પોલીસને કહ્યું કે તેઓ મોહર્રમ અને દુર્ગા વિસર્જન એમ બંને કાર્યક્રમને લઇ અલગ-અલગ રૂટ પણ તૈયાર કરી લે.

આ પહેલાં ગુરૂવારે સુનાવણી દરમ્યાન હાઇકોર્ટએ કહ્યું હતું કે પ્રતિબંધ કરવો એ અંતિમ વિકલ્પ છે. કોર્ટે કહ્યું કે અંતિમ વિકલ્પ જ કેમ પહેલાં પસંદ કરાય, સરકારે કાયદેસર રીતે પગલાં ભરવાં પડશે. હાઇકોર્ટે કહ્યું કે જો સરકાર પ્રતિબંધ લગાવે તો દરેક પર પ્રતિબંધ લગાવવો જોઇએ. સરકારની ઝાટકણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે તમે બે દિવસનાં ધાર્મિક તહેવાર પર તમે બળજબરીપૂર્વક કોઇની આસ્થા પર પ્રતિબંધ લગાવી નહીં શકો. આથી સરકારે આ બંને માટે તૈયાર રહેવું પડશે.

You might also like