મમતા સરકારને હાઇકોર્ટનો ઠપકો; “હિંદુ-મુસ્લિમમાં વિખવાદ ઊભો ન કરો”

પશ્ચિમ બંગાળમાં વિસર્જનને લઇ ચાલી રહેલ વિવાદ મામલે કલકત્તા હાઇકોર્ટે મમતા બેનર્જીની સરકારને એક મોટો આંચકો આપ્યો છે. બુધવારે કોર્ટે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે,”આપ બે જૂથ વચ્ચે કોમી દરાર ઊભી કરી રહ્યાં છો. દુર્ગા પૂજન અને મહોરમને લઇ રાજ્યમાં ક્યારેય આવી સ્થિતિ સર્જાઇ નથી. માટે એને હંમેશા સાથે જ રહેવા દો.” હવે આ મામલે કોર્ટ કાલે પોતાનો નિર્ણય આપશે.

વધુમાં જણાવીએ તો આ પહેલાં હાઇકોર્ટની દખલગીરી બાદ મમતા બેનર્જી સરકારને મૂર્તિ વિસર્જન સમયે સીમાને લગતાં નિર્ણયમાં ફેરફાર કરવો પડ્યો હતો. રાજ્ય સરકારે વિજયાદશમીનાં દિવસે વિસર્જનનાં સમયની મર્યાદા 6 વાગ્યા સુધીની કરી દેવામાં આવી હતી, પરંતુ તેને વધારીને રાત્રે 10 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિસર્જન પર પ્રતિબંધને લઇ કલકત્તા હાઇકોર્ટમાં મમતા બેનર્જીનાં વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે અરજી મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં 23 ઑગષ્ટે કરવામાં આવેલ ટ્વિટને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. જેમાં દશમીનાં દિવસે 6 વાગ્યા સુધી જ વિસર્જન કરવાંની આજ્ઞા આપવામાં આવી હતી કેમ કે પછીનાં દિવસે જ મહોરમ હતી. પરંતુ વિસર્જન પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો અને વિસર્જન 2જી તારીખથી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગયા વર્ષે પણ મમતા બેનર્જીનાં આવાં જ આદેશનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેથી કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપતાં જણાવ્યું કે આવી નીતિ એ ભાગલાં પાડવાંની નીતિ છે અને આવી રાજનીતિને તમે ક્યારેય ધર્મ સાથે ન જોડો.

You might also like