કેલ્શિયમ સપ્લિમેન્ટ્સથી હાર્ટને નુકસાન થાય છે

સપ્લિમેન્ટ્સ સ્વરૂપે અલગથી કેલ્શિયમ લેવાથી હૃદયની ધમનીઓમાં પ્લાક જમા કરીને તેને સાંકડી કરી શકે છે. જે સરવાળે હૃદયને નુકસાન પહોંચાડે છે. અાવું ચોંકાવનારું સંશોધન અમેરિકાની એક યુનિવર્સિટીએ કર્યું છે. સંશોધકોએ ૨૭૪૨ વ્યક્તિઓ પર સતત દસ વર્ષ સુધી વોચ રાખી અને સંશોધકો અા તારણ પર પહોંચ્યા. અા અભ્યાસમાં લોકોની ખાણી-પીણીની ટેવ, વ્યસન, બિમારીઓ, દવાઓ વગેરે પર નજર રાખી અને તેમના રોજિંદા કેલ્શિયમ ઈન્ટેકનું માપ કાઢ્યું તેમણે જોયું કે ૨૦ ટકા લોકો ૧૪૦૦ મિલિગ્રામ કેલ્શિયમ અથવા વિવિધ સપ્લિમેન્ટ્સ તરીકે લેતાં હતા. અા ગ્રૂપમાં ૨૭ ટકા લોકોમાં રોજિંદા ૪૦૦ મિલિગ્રામ જેટલું કેલ્શિયમ લેતાં લોકો કરતાં કોરોનરી અાર્ટરિઝમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હતું. તેમને હાર્ટઅેટેકનું જોખમ પણ વધુ હતું. સંશોધકોએ કેલ્શિયમથી ભરપૂર ખોરાક ખાવા પર ભાર મૂક્યો.

You might also like