ઇજિપ્તના ચર્ચમાં બોમ્બ વિસ્ફોટ, 25 લોકોના મોત 49 ઘાયલ

ખાઇરો: ઇજિપ્તના મુખ્ય કોપ્ટિક ક્રિશ્ચન કેથેડ્રલમાં રવિવારે થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને 49 લોકોના ઘાયલ થવાની ખબરો સામે આવી છે. મરનારાઓમાં મોટા ભાગે મહિલાઓ હતી. ઇજિપ્તના સરકારી ટેલિવિઝને આ જાણકારી આપી છે. હાલમાં જ અલ્પસંખ્યક સમુદાય પર ઇસ્લામી આતંકિયોનો આ સૌથી ભીષણ હુમલો છે. આ અઠવાડિયે અહી ત્રીજો બોમ્બ વિસ્ફોટ થયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઓછામાં ઓછા 6 બાળકોના મોત થયા છે. અત્યાર સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી. જોકે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કેટલાક સમર્થકોએ સોશિયલ મીડિયા પર ઉત્સવ મનાવી રહ્યા હતા.

You might also like