ચોખાની મિલોનું રૂ.૧ લાખ કરોડનું કૌભાંડ

નવી દિલ્હી: સરકાર ન્યૂનતમ સમર્થન મુલ્ય પર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલા ધાનને ચોખાની મિલોને આપતી હોય છે અને ચોખા તૈયાર કરાવતી હોય છે. વેબસાઇટ કોબ્રા પોસ્ટનો દાવો છે કે, આ પ્રક્રિયામાં હજારો કરોડનો ગોટાળો થઇ  રહ્યો છે.  સીએજીના રિપોર્ટનો હવાલો આપતા કોબ્રા પોસ્ટનું કહેવુ છે કે, આ કૌભાંડ ટુ-જી અને કોલસા કૌભાંડની જેમ મોટાપાયે થયું છે અને તેનો આંકડો રૂ.૧ લાખ કરોડ હોવાનું જણાવાયું છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે, જે ચોખાની મિલોને સરકાર ધાન આપે છે તે મિલો ચોખા તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન મળેલી બાય પ્રોડકટથી કરોડો રૃપિયા કમાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, કેન્દ્ર અને રાજય સરકારોની ખોટી નીતિઓને કારણે ધાનમાંથી નીકળેલા ફોતરા, તૂટેલા ચોખા વગેરે મિલો પાસે જ રહી જાય છે અને તે માટે તેઓની પાસેથી એક રૃપિયો પણ લેવામાં આવતો નથી. ચોખાની મિલો આ બાય પ્રોડકટને વેચીને કરોડો રૂપિયાની કમાણી કરે છે પરંતુ સરકારની તિજોરીમાં એક પણ રૃપિયો આવતો નથી.

કોબ્રા પોસ્ટનું માનીએ તો સીએજીએ સમગ્ર કૌભાંડમાં સરકાર તિજોરીને લગભગ રૂ. ૧ લાખ કરોડનો ચુનો લાગ્યાનું અનુમાન મુકયુ છે કારણ કે આ કૌભાંડ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થઇ રહ્યુ છે. સીએજીનું અનુમાન છે કે, દર વર્ષે ચોખાની મિલોને આ બાય પ્રોડકટથી ૧૦,૦૦૦ કરોડની કમાણી થઇ રહી છે. જેમાં તેઓની પડતર શૂન્ય રહેતી હોય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, સીએજીના આ રિપોર્ટને સંસદના શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે. કેન્દ્ર અને રાજય સરકારોની મીલીભગતથી ચોખાની મિલોને બખ્ખા થઇ રહ્યા છે. દેશભરની ચોખાની મિલો તગડી કમાણી કરી રહી છે. તેઓ જે કમાણી કરે છે તે ચોખા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લોકોને આપવાના થતા હોય છે.

કોબ્રા પોસ્ટના જણાવ્યા પ્રમાણે ચોખાની મિલો કે જેમાં અનેક રાજકારણીઓની છે અને અનેકને રાજકીય કનેકશન છે તેઓ વર્ષોથી આ રીત અજમાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં સરકારની તિજોરીને ૧ લાખ કરોડનું નુકસાન પહોંચાડયુ છે. રિપોર્ટ અનુસાર કેન્દ્ર અને રાજય સંપાદિત એજન્સીઓ ચોખાની મિલોને ધાન આપતી હોય છે. તેઓ ખેડૂતો પાસેથી સ્ટાન્ડર્ડ ભાવે તે ખરીદતી હોય છે. જયારે સરકારી એજન્સી ૧૦૦ કિલો ધાન ચોખાની મિલને આપે તો તેને ૬૮ કિલો ચોખા મળે છે અને તેના માટે રૃ.૮૭ ચૂકવવામાં આવે છે પરંતુ તેમાં ચોખાની મિલોને ૩ર થી ૩૩ કિલો બાય પ્રોડકટ મળે છે. જેને તે ખુલ્લા બજારમાં વેચી દે છે. ચોખા કરતા આ બાય પ્રોડકટની ભારે ડિમાન્ડ રહેતી હોય છે.

આ બાય પ્રોડકટ પાવર જનરેશન, સોલવન્ટ પ્લાન્ટ, ફાર્મા, બ્રિક ક્લિન્સ, બ્રેવરીઝ વગેરેને કામ આવતી હોય છે. જયારે ફોતરા ઓઇલ, કેટલ વગેરે માટે કામ આવતા હોય છે. તેઓ ઔદ્યોગિક પણ ઉપયોગ થતો હોય છે. ૧૦૦ કિલો ધાન ઉપર ચોખાની મિલો આમાંથી રૃ. ૧૬૯ કમાતી હોય છે ઉપરાંત તેને સરકાર તરફથી રૂ. ૮૭ મળે છે તે લટકામાં. દર વર્ષે લાખો ટન ચોખાની પ્રોસેસ થતી હોય છે. જેને કારણે ચોખાની મિલોની આવક ધરખમ થતી હોય છે. પોતાના ઓડિટ રિપોર્ટમાં સીએજીએ સરકારની આ ખામીભરી નીતિ અંગે લાલબત્ત્।ી ધરી છે. ચોખાની મિલોને જે રીતે ધરી દેવાયું છે તેનાથી સીએજીએ વાંધો ઉઠાવ્યો છે. સીએજીએ સવાલ ઉઠાવ્યો છે કે, બાય પ્રોડકટ કે જે રાજયની પ્રોપર્ટી કહી શકાય તે કઇ રીતે વળતર વગર ચોખાની મિલો આપી શકાય ? વાજપેઇ, મનમોહન અને મોદી સરકારના નેતૃત્વ હેઠળની સરકારોએ આ નીતિ બદલવી જોઇએ. દર વર્ષે ૧૦,૦૦૦ કરોડનું નુકસાન જાય છે. ર૦૦૩ થી નુકસાન ગણીએ તો આંકડો ૧ લાખ કરોડ વધી જાય છે. ર૦૦૩માં નવી નીતિ ઘડવામાં આવી હતી.

You might also like