ગાંધીનગર : સત્રના છેલ્લા દિવસે 2016-17નો CAGનો રિપોર્ટ કરાયો રજૂ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો છે. કેગનો અહેવાલ ત્રણ અલગ અલગ સ્વરૂપમાં રજૂ કરાયો હતો. વર્ષ 2016- 17માં આર્થિક, સામાજિક, મહેસુલ સમીક્ષાનો અહેવાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં રજૂ કર્યો હતો.

આજે જે કેગનો અહેવાલ રજૂ કરાયો છે, તેમાં સરકારની કેટલીક ગેરરીતિ અને છણાવટની વાત સામે આવી છે. જે રીતે અહેવાલ સામે આવ્યો છે, તે સરકાર માટે બિલકુલ સારો નથી તેવું કહી શકાય. કેગએ સરકારની વિવિધ બાબતોમાં ટિપ્પણી કરી છે. જેમાં જોગવાઈનો ખર્ચ રજૂ કરાયો છે, મહેસૂલ વિભાગ, શિક્ષણ વિભાગમાં વધારાનો ખર્ચની વાત કરાઈ છે.

પાણી પુરવઠા વિભાગમાં અનુદાન કરતા સરકારે 2 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કર્યો છે. ગ્રામ આવાસ યોજનામાં 122 કરોડનો ખર્ચ છે, તે પણ વધારાનો છે. સરકારને 222 કરોડ 89 લાખનું જે અનુદાન કરાયું હતું. જેમાં 57 કરોડનો વધારો ખર્ચ કર્યો છે. આ ખર્ચ વધારાનો છે તેવું ઓડિટના અહેવાલમાં કહેવાયું છે.

તેમજ માર્ગ મકાન મામલે જે કામગીરી હતી, તેમાં વધુ સમય લાગ્યો છે તેવું સામે આવ્યું છે. નર્મદા જળ સંપત્તિ પુરવઠા વિભાગમાં પણ અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે. સરકાર જ્યાં બચત કરી શકાય હોય, ત્યાં પણ બચત કરાઈ નથી. આમ અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે.

CAGના અહેવાલમાં સરકાર સિંહોના રક્ષણમાં નિષ્ફળ ગઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટ મુજબ, સિંહો માટે રક્ષિત વિસ્તાર બનાવાયો નથી. સિંહોના મૃત્યુમાં વધારો છતાં રક્ષિત વિસ્તાર ન બનાવ્યો. 2008 પછી નવા રક્ષિત વિસ્તારને મંજૂરી ન અપાઈ. સિંહોના રક્ષણ માટેની આધુનિક ટેકનોલોજીની પ્રગતિ બહુ જ ધીમી છે. આધુનિક ટેકનોલોજી અપનાવવાનો હેતુ આ મામલે સિદ્ધ ન થયો.

You might also like