મોદી સરકારે કેબિનેટની બેઠકમાં લીધા મહત્વપૂર્ણ નિર્ણય..

કેન્દ્રની મોદી સરકારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. આજની કેબિનેટની બેઠકમાં લીધેલ નિર્ણયના લીધે આમ જનતાને ફાયદો થશે. જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી આવાસયોજના હેઠળ ઘર ખરીદનારને મળતી વ્યાજ દરમાં રાહતમાં વધારો કરવામાં આવ્યો છે, તો જીએસટીને લઇને પણ આમજનતા માટે ખાસ પ્રાવધાન કરવામાં આવ્યું છે.

કેન્દ્રિય કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યાજની સબસિડી વધારી દીધી છે. જ્યા અગાઉ સબસિડી 90 સેમી વિસ્તાર માટે મળતી હતી હવે તે 120 સ્કવેર મીટરના વિસ્તાર સુધી મળી શકશે. તેની સાથે કેબિનેટે આ સ્કીમમાં એલિજિબલ ઘરના કાર્પેટ એરિયાને પણ વધારવામાં આવ્યો છે.

ગરીબી હેઠળ આવતા લોકો તેમજ ઓછી આવક ધરાવનાર લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યાજ દરમાં રાહત આપવામાં આવી છે. જો તે લોકો બેન્ક, હાઉસિંગ ફાઇનાન્સ કંપની અથવા અન્ય સંસ્થામાંથી લોન લેશે તો 6.5 ટકા વ્યાજ આપવાનું રહેશે. કેબિનેટ દાળને લઇને આમ જનતાને મોટી રાહત આપી છે. કેબિનેટે દાળ પરની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. તેમજ મોદી સરકારે જીએસટીને લઇને મોટી ગીફ્ટ આપી છે.

You might also like