ફ્યુગેટીવ ઇકોનોમી ક્રાઇમ બીલને કેબિનેટ આપી મંજૂરી

હજારો કરોડ રૂપિયા લઇને દેશમાંથી ભાગનાર વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા લોકો વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે કેન્દ્રની મોદી સરકારે ફ્યુગેટીવ ઇકોનોમી ક્રાઇમ બીલ 2018ને મંજૂરી આપી દીધી છે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ અંગેની જાહેરાત કરી છે. આ બિલની મદદથી દેશ છોડીને જતા રહેલા ભાગેડુઓની સંપત્તિને જપ્ત કરવામાં આવશે.

જેટલીએ જણાવ્યું કે આ બિલને આગામી સંસદના સત્રમાં રજૂ કરવામાં આવશે. દેશમાં લૂંટ ચલાવીને ભાગી ગયેલા અને કાનૂનને મજાક બનાવાની મંજૂરી આપી શકાય નહીં. ભાગેડુ કૌભાંડકારીઓ પર અંકુશ લગાવવાના પ્રસ્તાવિત બિલ પર કેન્દ્ર સરકારની કેબિનેટને મહોર લગાવી દીધી છે. આ બિલમાં દેશ છોડીને જનારાને ભાગેડુ કૌભાંડી જાહેર કરવામાં આવશે.

કેબિનેટે આ બિલને મંજૂર આપી છે તેને ફ્યુજીટિવ ઇકોનોમિક ઓફેન્ડર બિલ કહેવામાં આવ્યું છે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ દિલ્હીના શાસ્ત્રી ભવનમાં એક આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દેશ છોડી જતા રહેનારા કૌભાંડીઓ પર અંકુશ લગાવામાં આ બિલ લાવવામાં આવ્યું છે. આ માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી.

You might also like