કેબિનેટ બેઠક પુર્ણ : યોગીએ 86 લાખ ખેડૂતોનું દેવું કર્યુ માફ

લખનઉ : ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકાર બન્યા બાદ આજે પહેલી કેબિનેટની બેઠક મળી હતી. જેમાં યોગી સરકાર પાસે ઘણા મહત્વનાં નિર્ણયોની રાહ જોવાઇ રહી હતી. ખાસ કરીને ખેડૂતોની લોન માફી મુદ્દે લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. કારણ કે ભાજપ દ્વારા ચૂંટણી વચનમાં દેવુ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

યોગી સરકારે પોતાનાં વચન અનુસાર કાર્યવાહી કરવા માટે પંકાઇ છે. ત્યારે કેબિનેટ દ્વારા 86 લાખ ખેડૂતોની 1 લાખ સુધીની લોન માફ કરવામાં આવી હતી. જે ખેડૂતો માટે રાહતનાં સમાચાર હતા. જો કે સંપુર્ણ દેવા માફી કરવામાં આવી નથી.

You might also like