CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, અછતગ્રસ્ત વિસ્તારો અંગે સમીક્ષા

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યમાં થનારા કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

જયારે 2019 વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ, વડાપ્રધાન નરેદ્ર મોદીના જન્મ દિવસને લઈ સમગ્ર સપ્તાહ દરમિયાનની ઉજવણી, મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમો અંગે કેબિનેટમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.

આ સાથે રાજ્યમાં ચાલી રહેલા આંદોલન અને રાજકીય સ્થિતિને લઈ પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં આંદોલન અને રાજકીય સ્થિતિ પર પણ વિસ્તૃત ચર્ચા કરાશે.

રાજ્યમાં વરસાદને લઇને ખેડૂતો તેમજ આમ જનતા માટે પાણીની વિકટ પરિસ્થિતિને લઇને આગામી આયોજનને અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીને લઇને રાજ્યભરમાં કાર્યક્રમના આયોજન અંગે બેઠકમાં સમીક્ષા કરાશે.

You might also like