CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક, વરસાદથી થયેલા નુકસાનને લઇને ચર્ચા

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાશે. સીએમની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં પડેલા અનારાધાર વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે.

ભારે વરસાદના કારણે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં થયેલા ભારે નુકસાનની ચર્ચા કરાશે. આ ઉપરાંત રાજ્યમાં બિનઅનામત વર્ગની યોજનાઓના અમલીકરણ તેમજ રાજ્યમાં ખેતી, જળાશયોના પાણી વગેરે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવશે.

સીએમની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં 2019માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત મુદ્દે પણ વિવિધ ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે ભારે વરસાદના પગલે બેઠક રદ કરવામાં આવી હતી.

You might also like