CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, વર્તમાન પરિસ્થિતિને લઇને કરાશે સમીક્ષા

728_90

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે. વર્તમાન રાજકીય મુદ્દાઓ વિશે મળનારી આ બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આજની મળનારી બેઠકમાં ખાસ બિનગુજરાતી મુદ્દે તથા અછત ગ્રસ્ત વિસ્તારોની ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસોથી પરપ્રાંતિય પર હુમલાને લઇને રાજ્યભરમાં જ્યારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિન અંગે સમીક્ષા કરવામાં આવશે. જેમાં બિન ગુજરાતી પર થઇ રહેલા હુમલાઓને રોકવા મુદ્દે રણનીતિ ઘડવામાં આવશે.

જ્યારે બપોર બાદ અછત કમિટિીની બેઠક પણ મળશે. જેમાં અછતગ્રસ્ત જાહેર કરાયેલ 16 તાલુકાની સ્થિતિ પર સમિક્ષા કરાશે. જ્યારે રાજ્યમાં ઓછા વરસાદના કારણે ઉભી થયેલી પાણીની સમસ્યાઓને લઇને બેઠકમાં ચર્ચા હાથ ધરાશે.

You might also like
728_90