CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વાયબ્રન્ટની તૈયારીઓ અંગે ચર્ચા

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જેમાં ખેડૂતોના પાકવિમાના પ્રશ્નો તેમજ વાવણીના પ્રશ્નોને લઇને ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાયબ્રન્ટની તૈયારી અને સરકારની વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણની ચર્ચા પણ કરવામાં આવશે.

જ્યારે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચા પર વિમર્શ કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફી મામલે સરકાર માટે પડકાર બનેલા હાર્દિકના ઉપવાસ અંગે પણ વિગતવાર મંથન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

જેમાં આગામી લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ પર મહામંથન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

You might also like