નેશનલ સરોગેસી બોર્ડની થશે રચનાઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્હીઃ કેબિનેટમાં સરોગેસી નિયમ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે સરોગેસી બિલ એટલા માટે લાગુ કરવામાં આવ્યું છે કે ભારત લોકો માટે સરોગેસી હબ બની ગયું હતું. અને અયોગ્ય રીતે સરોગેસીનો ઘટનાક્રમ સામે આવી રહ્યો હતો.  તેથી માત્ર ભારતીય નાગરિકોને સરોગેસીનો અધિકાર રહેશે. આ અધિકાર એનઆરઆઇ અને ઓસીઆઇ હોલ્ડની પાસે નહીં હોય.

સુષ્મા સ્વરાજે માહિતી આપતા જણાવ્યું છે કે કેન્દ્ર પર નેશનલ સરોગેસી બોર્ડ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તર સુધી સ્ટેટ સરોગેસી બોર્ડની રચના કરવામાં આવી છે. બિલ કમર્શિયલ સરોગેસી પર નિયંત્રણ લાદવા માટે અને નિઃસંતાન દંપતીને સરોગેસી દ્વારા સંતાન પ્રાપ્ત થાય તે માટે છે. નેશનલ સરોગેસી બોર્ડ સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે. જેમાં બે સાંસદ હશે.

ગરીબ મહિલાઓની કૂખ ભાડે લેવામાં આવશે. સિંગલ પેરેન્ટ્સ અનાથ બાળકને દત્તક લે તે વધારે યોગ્ય. સરોગેસિ માત્ર નિસંતાન દંપત્તિઓ માટે જ. હવે સરોગેસીના વ્યવસાયિક ઉપયોગ પર પ્રતિબંધ લાગશે. જે બિલ કેબિનેટે પાસ કર્યું છે તેના અનૈતિક ઉપયોગ પર પ્રતિબંધ લાગશે. શોખ માટે તેનો ઉપયોગ નહીં થાય. આ બિલ પર મોદી સરકારે સમર્થન આપ્યું છે.

You might also like