પૂર્વ સાંસદોને ત્રણ દિવસમાં સરકારી બંગલો ખાલી કરવા તાકીદ

નવી દિલ્હીઃ  કાયદાની ખામીનો ખોટી રીતે ફાયદો ઉઠાવી સરકારી બંગલામાં વર્ષોથી જમાવડો કરીને બેઠેલા સાંસદો અને બાબુઓએનેહવે તે ખાલી કરવા પડશે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે આ મામલે કાયદામાં સંશોધન અંગે મજૂરી આપી દીધી છે. કેબિનેટે સરકારી આવાસ અધિનિયમ, 1971ને પરિવર્તને મંજૂરી આપવા સાથે અધિકારીઓને એ અધિકાર આપવામાં આવ્યો છે કે જો સાસંદ કે બાબુઓ નિશ્ચિત સમયથી વધારે સમય સુધી રહેવાના તર્કને નહીં સમજે તો ત્રણ દિવસની અંદર બંગલો કે આવાસ ખાલી કરવો પડશે. આ સંશોધન અધિનિયમ દ્વારા એવા કબ્જાધારકોને હાઇકોર્ટથી નીચેની કોર્ટમાં અપીલ કરવાનો પણ કોઇ જ અધિકાર નથી.

હાલ આવા કબ્જાધારકોને નોટીસ આપવામાં આવી છે. તેમનો પક્ષ સાંભળ્યા બાદ મકાન ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવશે. આ દરમ્યાન કબ્જાધારક કોઇ નીચલી અદાલતમાં અપીલ કરીને સ્થગન આદેશ લઇ આવે તો પણ નવા સંશોધન અધિનિયમ અંતર્ગત તેમને નોટીસ મળ્યાના ત્રણ દિવસની અંદર મકાન ખાલી કરવું પડશે. કબ્જાધારક જો આદેશનું પાલન નહીં કરે તો અધિકારી જબરજસ્તી તેમનું મકાન ખાલી કરાવી શકે છે.

હાલ એવા 70 અધિકારીઓ છે. જેમણે અદાલત પાસે સ્થગન આદેશ લઇને નિશ્ચિત તારીખ બાદ પણ બે વર્ષથી વધારે સમયથી સરકારી આવાસ પર કબ્જો જમાવ્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહએ પણ આ આદેશ આ રીતે બે વર્ષથી બંગલા પર કબ્જો જમાવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like