કાકા ભાત્રીજા તકરાર સપાટી પર : શપથગ્રહણમાં ન આવ્યા શિવપાલ

લખનઉ : બહુજન સમાજવાદી પાર્ટીનાં બે દિગ્ગજો મુખ્યમંત્રી અખિલેશ યાદવ – કેબિનેટ મંત્રી શિવપાલની વચ્ચે મતભેદ ઉંડા થઇ ચુક્યા છે. આગામી ચૂંટણી પહેલા પોતાની જાતને મજબુત કરવા માટેની ખેંચતાણ ચરમસીમા પર છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાનાં કાર્યકાળ દરમિયાન સાતમી વખત કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. કેબિનેટ વિસ્તરણનાં આ કાર્યક્રમમાં તેનાં કાકા અને સમાજવાદી પાર્ટીનાં વરિષ્ઠ નેતા શિવપાલ યાદવ ગેરહાજર રહ્યા હતા.

શિવપાલ યાદવ ઇટાવામાં છે. તેણે મુખ્યમંત્રીને ફોન કરીને જણાવ્યું કે કેબિનેટ વિસ્તરણનાં કાર્યક્રમમાં તેઓ હાજર નહી રહી શકે. સાંજે તેઓ ઇટાવાથી લખનઉ પહોંચશે. સાતમાં કેબિનેટ વિસ્તરણમાં યુપીની સવા ચાર વર્ષ પુરાની સરકારે સાતમું કેબિનેટ વિસ્તરણ કર્યું હતું. સરકારમાં સમાવા જઇ રહેલા નવા મંત્રીઓએ આજે 11 વાગ્યે રાજભવનનાં ગાંધી સભાગૃહમાં રામ નઇક પદ અને ગુપ્તતાની શપથ લીધી હતી. તેની પહેલા રાજ્યપાલ રામ નઇકે 31 ઓક્ટોબર, 2015નાં થયેલા મંત્રીમંડળ વિસ્તારમાં 5મીએ 8 મંત્રીઓનો સમાવેશ કર્યો હતો.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચુંટણીને ધ્યાને રાખીને આ વિસ્તારને ઘણો મહત્વપુર્ણ માનવામાં આવી રહ્યો છે. બલરામ યાદવ અને નારદ રાયે કેબિનેટમાં મંત્રી પદની, રવિદાસ મલ્હોત્રા અને શારદા પ્રતાપ શુક્લાએ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલાનાં શપથ લીધા હતા. બાલિયાનાં જિલાઉદ્દીન રિઝવી સઉદી અરબની યાત્રા પર છે. તે 10 જુલાઇએ લખનઉ પહોંચશે. રાજ્યમંત્રીનાં પદ અને ગુપ્તતાની શપથ 10 જુલાઇએ લેશે.

You might also like